રાજકોટ: માર્ગ પર રમી રહેલ દોઢ વર્ષીય બાળકને કારચાલકે અડફેટે લેતાં સારવાર દરમિયાન થયું કરુણ મોત

રાજ્યમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેને કારણે અનેક નિર્દોષ લોકો અકસ્માતની ભોગ બનતા હોય છે ત્યારે આવી જ એક અકસ્માતની કરુણ ઘટના રાજ્યમાં આવેલ રાજકોટમાંથી સામે આવી રહી છે.

રાજકોટમાં આવેલ ભક્તિનગર સર્કલ પાસે ફક્ત દોઢ વર્ષીય બાળકને ઓડીકાર ચાલકે કચડી નાખતા બાળકનું દર્દનાક મોત થયું હતું. માતા બાળકને ગોદમાં લઇ કાર પાછળ દોડી હતી પણ કારચાલક પૂરપાટ ઝડપે કાર દોડાવીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બાળકના માતા-પિતા દ્વારા અજાણ્યા કાર ચાલકની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાંથી પોલીસે કાર ચાલકની તપાસ હાથ ધરી છે.

માતા-પિતા ધંધામાં વ્યસ્ત, પુત્ર રેંકડી પાસે રમતો હતો :
ખોખડદળ નદીના પુલ નજીક આવેલ વેલનાથ સોસાયટીમાં રહેતા તેમજ ભક્તિનગર સર્કલ નજીક શાકભાજીની રેંકડી ઊભી રાખીને વ્યવસાય કરી રહેલ જગદીશભાઇ સુરેલા નામનો યુવાન તેમની પત્ની તથા ફક્ત દોઢ વર્ષીય પુત્ર વંશની સાથે ભક્તિનગર સર્કલ પર શાકભાજીના થડે હતા.

માતા-પિતા ધંધામાં એટલાં વ્યસ્ત હતા કે, પુત્ર વંશ રેંકડીથી થોડે દુર રમતો-રમતો ચાલ્યો ગયો પણ એમને જાણ ન હતી. આવાં સમયે ઓડી કાર ડ્રાઇવ કરતાની સાથે મોબાઇલ પર વાત કરતા ચાલકે બેફિકરાઇથી કાર ચલાવીને વંશને કચડી નાખ્યો હતો.

પુત્ર કાર નીચે કચડાતા માતા-પિતા કાર પાછળ દોડ્યા :
બાળકને કચડ્યા પછી ચાલક કાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પુત્ર વંશ કાર નીચે કચડાઈ જતાંની જાણ થતાની સાથે જ પિતા જગદીશભાઇ તેમજ તેમની પત્ની દોડી આવ્યા હતા. આની સાથે જ આજુબાજુમાંથી લોકોનાં ટોળેટોળા એકત્ર થઈને કાર પાછળ દોડ્યા પણ કાર ચાલક પૂરપાટ ઝડપે નીકળી ગયો હતો.

ગંભીર રીતે ઈજા પામેલ પુત્ર વંશને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ ટૂંકી સારવાર બાદ બાળકે દમ તોડી દેતા માતા-પિતાએ કલ્પાંત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ ભક્તિનગર પોલીસમથકનો સ્ટાફ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલ કારચાલકની વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટેની તપાસ શરૂ કરી દીધી છે.

વંશ રમતો રમતો માર્ગ પર આવીને કારની આગળ બેસી જાય છે :
CCTVમાં જોવા મળતા દ્રશ્યો પ્રમાણે માતા-પિતા શાકભાજીની રેકડીએ ધંધામાં વ્યસ્ત હતાં તેમજ બાળક બાજુમાં રમી રહ્યું હતું. ત્યારબાદ કાર આવીને ઉભી રહી જાય છે ત્યારે વંશ માર્ગ પર આવી જવાંથી ઓડી કારની આગળ ઉભો રહી જાય છે. ત્યારબાદ ઓડી કારની આગળ બેસી જાય છે.

આ સમયે ચાલક કાર ચલાવી રહ્યો હોવાંથી વંશ વ્હીલ નીચે કચડાઈ જાય છે.  ત્યારબાદ ચાલક કાર દોડાવીને ભાગી જાય છે. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ વંશના માતા-પિતા દોડી આવે છે તેમજ માતા વંશને ગોદમાં ઉઠાવીને કાર પાછળ દોડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *