માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ઘણીવાર તો કેટલાક લોકોને પોતાના એકના એક પરિવારજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં પણ આવી જ એક ખુબ ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. બુધવારે સાંજે જોધપુર-જેસલમેર રોડ પર એક માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા.
આની સાથે જ અન્ય 6 લોકો ઘાયલ થયા હતા. કારમાં રહેલા લોકો દેવતાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર જોધપુરથી 40 કિલોમીટર દૂર અગોલાઈ ગામમાં સામેથી આવી રહેલી આર્મી ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર 9 લોકો રામદેવરાથી જોધપુર તરફ પરત ફરી રહ્યા હતા.
આ જ સમયે, સૈન્યની ટ્રક જોધપુરથી જેસલમેર જઈ રહી હતી. અગોલાઈ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારચાલકે વિરુદ્ધ દિશામાંથી આવતા વાહનને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કારમાં અચાનક ટર્ન કર્યો હતો. કાર ઝડપમાં હોવાને કારણે તેણે કાબૂ ગુમાવ્યો હતો.
કાર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી આર્મી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ લોકો અંદર ફસાઈ ગયા હતા. અગોલાઈના બજારમાં ઉભેલા લોકોએ સખત મહેનત બાદ કારમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અહીં પહોંચ્યા પછી ડોક્ટરો દ્વારા 3 લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. જયારે કુલ 6 ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર મળ્યા પછી આગળની સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં રીફર કરી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધી મૃતકો અને ઘાયલોની ઓળખ થઈ શકી નથી. આ લોકો ક્યાંથી છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.