બાબા રામદેવની તેલ બનાવતી કરોડોની ફેક્ટરી થઇ સીલ, જુઓ કેવી રીતે થઇ હતી ભેળસેળ?

એલોપેથી પર ટિપ્પણી કરવાને કરને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન(IMA)ના 1 હજાર કરોડ રૂપિયાના માનહાનીના કેસ પછી હવે બાબા રામદેવ રાજસ્થાન સરકારના નિશાના હેઠળ આવ્યા છે. રાજસ્થાન…

એલોપેથી પર ટિપ્પણી કરવાને કરને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન(IMA)ના 1 હજાર કરોડ રૂપિયાના માનહાનીના કેસ પછી હવે બાબા રામદેવ રાજસ્થાન સરકારના નિશાના હેઠળ આવ્યા છે. રાજસ્થાન સરકાર દ્વારા ગુરુવારના રોજ  મોડી રાત્રે બાબા રામદેવની અલવર સ્થિત ખૈરથલ ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે. પતંજલિ કંપનીના સરસવના તેલમાં ભેળસેળની આશંકાને પગલે આ ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે. જીલ્લા કલેકટરની આગેવાની હેઠળ થયેલી કાર્યવાહીનો વિડીઓ પણ ઉતારવામાં આવ્યો છે.

અગાઉ બાબા રામદેવની કંપની પતંજલિના સરસવના તેલ પર ખાદ્ય તેલ ઉધોગ સંગઠનએ પણ પોતાનો વાંધો ઉઠાવ્યો હતો. ખાદ્ય તેલ ઉધોગ સંગઠનએ પતંજલિ કંપનીની જાહેરાત પર વાંધો ઉઠાવ્યો હતો. જેમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, પતંજલીનું સરસવનું તેલ અન્ય બ્રાન્ડની કાચી ઘણી તેલમાંથી ભેળસેળ કરવામાં આવી છે. જ્યારે હવે રાજસ્થાનના અલવાર જીલ્લાના ખૈરથલમાં સ્થિત બાબા રામદેવની કંપની પતંજલિ કપનીના નામથી સરસવના તેલનું પેકિંગ અને તેમાં ભેળસેળ કરવાની ફરિયાદ મળતા જ તંત્રએ સિંધાનિયા ઓઈલ મિલ પર રેડ પાડીને આ ફેકટરીને ગુરુવારના રોજ મોડી રાત્રે સીલ કરી દેવામાં આવી હતી.

આ તેલની ફેકટરીમાં જથ્થા બંધ પેકેજમાં રહેલી સામગ્રીને જપ્ત કરી લેવામાં આવી હતી. પતંજલિ કંપનીના નામ પર ભેળસેળ વાળું તેલ આપવાના આરોપમાં ગુરુવારના રોજ મોડી રાત્રે જીલ્લા પ્રશાસને સિંધાનિયા આયલ મિલ પર રેડ પાડીને સીલ કરી દીધી હતી. જયારે હાલ તપાસ કમિટીની ટીમ એસડીએમ અલવર યોગેશ ડાગુરના નેતૃત્વ હેઠળ ફેક્ટ્રીમાં પહોચી ચુક્યા હતા અને અત્યારે હાલમાં તેના વિષે તપાસ ચાલુ છે.

પ્રશાસન તરફથી ફેકટરીના મેનેજમેન્ટને અંદર રહેલી સામગ્રીને આમતેમ ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે અને પતંજલિના તેલ સપ્લાય કરવા સાથે તેમની સામગ્રીનું પેકેજીંગ કરવા, પેકેજીંગ કરેલ લાયસન્સ અને ફેક્ટરીનું લાયસન્સની સાથે પરવાનગી પત્ર સહીત બીજા અન્ય ઘણા દસ્તાવેજો બતાવવાનું કહેવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફેક્ટ્રીમાંથી મોટા પ્રમાણમાં સરસવનું તેલ બાબા રામદેવની કંપની પતંજલિમાં પણ જાય છે. પતંજલિ કંપની આ સરસવના તેલ પર પોતાનો સિક્કો મારીને માર્કેટમાં વેચે છે. આ ફરિયાદના કારણે જીલ્લા કલેકટર એવા નન્નું મલ પહાડીયાએ તરત જ કાર્યવાહી કરતા અલવરના ઉપરી અધિકારી યોગેશ ડાગુરના નેતૃત્વ હેઠળ ૩ સભની કમિટી બનવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *