ઑફિસમાં રોમાન્સ કરતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખજો, કાંઈક આવું ના કરી બેસતા

ભાગદોડ ભરેલા જીવનમાં લોકો કામમાં વધારે વ્યસ્ત જોવા મળે છે. ઓફિસના કામ અને ઓફિસમાં તેઓ વધારે સમય પણ પસાર કરતાં હોય છે. તેવામાં ઘણીવાર એવું બને છે કે ઓફિસમાં સાથે કામ કરતાં કર્મચારી પ્રત્યે લાગણી જન્મે છે અને તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગે છે.

ઓફિસમાં શરૂ થતી લવસ્ટોરી લગ્ન સુધી પણ પહોંચી જતી હોય છે. જો કે નિષ્ણાંતોના જણાવ્યાનુસાર સાથે કામ કરતાં અને પ્રેમમાં પડે તેવા લોકોએ ખાસ ધ્યાનમાં રાખવું કે તેમના હિતો એકબીજા માટે સંઘર્ષમય વાતાવરણ ન સર્જે.

કેટલાક નિષ્ણાંતો માને છે કે ઓફિસમાં રોમાંસ રોકી શકવું તે મુશ્કેલ છે. જે લોકો એકબીજાને પ્રેમ કરે છે અને સાથે કામ પણ કરે છે તેઓ એકબીજા પ્રત્યેની લાગણી દર્શાવ્યા વિના રહી શકતા નથી. કોર્પોરેટ માહોલમાં કર્મચારીઓ પોતાનો મોટાભાગનો સમય ઓફિસમાં પસાર કરે છે. તેમાં સામાન્ય છે કે તે પોતાના સહકર્મી સાથે પ્રેમમાં પણ પડી શકે. અનેક એવા કર્મચારીઓ છે જે ઓફિસમાં મળ્યા હોય અને પછી પ્રેમ થતા લગ્ન કરી લેતા હોય છે.

જો કે ઓફિસમાં સાથે કામ કરતા લોકો માટે પ્રેમ પ્રસંગ યોગ્ય નથી. કારણ કે તેવામાં તેમના હિતોનો ટકરાવ થાય છે. જો તમે કોઈ મોટી કંપનીમાં નોકરી કરતા હોય અને ત્યાં તમારા વિભાગ અલગ હોય તો વારંવાર સંવાદ થતો નથી તો તે સ્થિતી યોગ્ય છે. ઓફિસમાં સર્જાતા પ્રેમ પ્રસંગો માટે કંપનીઓ અને કર્મચારીઓ બંનેએ સજાગ રહેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *