જાણો આજના દિવસનું ખાસ રાશિફળ: આ યોગ બનવાથી થશે…

આજે ચંદ્રમાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં છે. ચંદ્રમા કન્યા રાશિમાં હોવાથી તેના ઉપર મંગળની દ્રષ્ટી પડી રહી છે. જેનાથી મહાલક્ષ્મી અને પ્રજાપતિ નામના બે શુભ યોગ બની…

આજે ચંદ્રમાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં છે. ચંદ્રમા કન્યા રાશિમાં હોવાથી તેના ઉપર મંગળની દ્રષ્ટી પડી રહી છે. જેનાથી મહાલક્ષ્મી અને પ્રજાપતિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. તેનાથી પાંચ રાશિને ધનલાભ થશે. 11 જૂનનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.

મેષ-

પોઝિટિવ- નજીકના લોકોની મદદ મળશે. ઘરમાં લોકોની અવર-જવર રહેશે. ઘરનું રિપેરિંગ પણ કરાવી શકો છો. મકાન બદલવાનો વિચાર પણ કરી શકો છો. નવા કામની યોજના બનાવશો.

નેગેટિવ- પરેશાનીભર્યો દિવસ રહેશે. કોઈપણ નવો નિર્ણય કરવાથી બચવું. માનસિક તણાવ પણ વધારે રહેશે. તમે કોઈ ખોટા સૂચનના કારણે ખોટી દિશામાં આગળ વધશો. સાવધાન રહેવું. કોઈપણ સૂચના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. ધારેલા કામ સમયસર પૂરા થવામાં મુશ્કેલી આવશે.

ફેમિલી- પાર્ટનરનો પ્રેમ અને સહકાર મળી શકે છે.

લવ- પાર્ટનરને સરપ્રાઈઝ આપી શકો છો.

કરિયર- પરિવાર અને કાર્યસ્થળે ખર્ચમાં વધારો થશે. બિઝનેસ કરનાર માટે દિવસ સારો રહેશે. વિદ્યાર્થીઓ માટ દિવસ ઠીક નથી.

હેલ્થ- પેટ સંબંધી બીમારી મુશ્કેલી સર્જશે.

શું કરવું- કંકુનું તિલક કરવું.

વૃષભ-

પોઝિટિવ- હકારાત્મક અભિગમ રાખવો. આજે ઘર-પરિવારથી લઈ ઓફિસ સુધી બધુ સારું જ રહેશે. તમારી સાથે જોડાયેલા મોટા ભાગના લોકો તમારાથી સંતુષ્ટ હશે. તમારી ઉર્જાને સારા કામમાં લગાવવામાં સફળ થશો. તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજના સફળ થશે. વાતોથી તમે આસપાસના લોકોને પ્રભાવિત કરી શકો છો. ધારેલા કામ પણ કરાવી શકશો.

નેગેટિવ- આજે જે પણ કામ કરો તેના પરિણામને ધ્યાનમાં રાખીને જ કરો. બની શકે કે આજે કરેલા કામ આવનારા દિવસોમાં મુશ્કેલી સર્જી શકે છે. તમને ગેરસમજ પણ થઈ શકે છે. દરેક કામ સાવધાનીથી કરવા. સ્વાર્થી લોકો સાથે સંપર્ક થવાના કારણે નુકસાન થઈ શકે છે. સ્થિતિ તમારી વિરુદ્ધમાં હશે. વાણી ઉપર સંયમ રાખવો. ગુસ્સા ઉપર કાબુ રાખવો.

ફેમિલી- પરિવારની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

લવ- પાર્ટનરનો સહકાર અને પૈસા મળી શકે છે.

કરિયર- આજે બિઝનેસ માટે દિવસ સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓ સખત મહેનત પછી સફળ થશે.

હેલ્થ- સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. ભોજન કરવામાં સાવધાની રાખવી.

શું કરવું- પોતાની સાથે સફેદ ફૂલ રાખવુ.

મિથુન-

પોઝિટિવ- પ્રગતિ માટે સારી તક મળશે. મગજમાં ઘણા વિચારો આવશે. તમને કામ સાથે જોડાયેલા નવા આઈડિયા મળી શકે છે. તમે જે યોજના બનાવી છે તે પૂરી થશે. સુખ-સુવિધામાં વધારો થશે. તમે ખુશ રહેશો. બિઝનેસમાં નવા કરાર પણ થઈ શકે છે, જેનો ફાયદો તમને આવનાર દિવસમાં મળશે.

નેગેટિવ- વિવાદ થવાની સંભાવના છે. સાથે રહેનાર લોકો તમને પરેશાન કરી શકે છે. દુશ્મનનો સામનો પણ કરવો પડશે. બિનજરૂરી કામમાં સમય પસાર થશે. વ્યક્તિગત સબંધમાં ભાગ્યનો સાથ ન મળવાના કારણે પરેશાન રહેશો. ખાવાપીવામાં સાવધાની રાખવી. ખર્ચમાં પણ વધારો થશે.

ફેમિલી- જૂની વાતોના કારણે મતભેદ થસે.

લવ- લવ લાઈફ સામાન્ય રહેશે.

કરિયર- અધિકારીઓનો સહકાર મળશે. પ્રમોશનના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને આળસ અને થાક લાગશે.

હેલ્થ- પેટ ખરાબ થઈ શકે છે.

શું કરવું- પાન ઉપર ધાણા રાખીને નદીમાં વહેડાવવા.

કર્ક-

પોઝિટિવ- નોકરી-ધંધામાં પ્રગતિ મળશે. આજે તમારો દિવસ સારો રહેશે. તમારી સમસ્યાનું સમાધાન પણ મળશે. પ્રેમીનો મૂડ સારો થઈ શકે છે. કુંવારા લોકો માટે પણ સમય સારો રહેશે. પરણિત લોકોને પાર્ટનરનો સાથે મળશે. રોજિંદા કામ પૂરા થશે.

નેગેટિવ- આજે જોખમ ન લેવું. કોઈ ઉપર ઝડપથી ભરોસો પણ ન કરવો. નજીકના લોકોની વાતમાં આવવાથી બચવું.

ફેમિલી- જરૂરી નિર્ણય જીવનસાથીને કહીને લેવો, જેનાથી ફાયદો થશે.

લવ- લવ લાઈફ સારી રહેશે.

કરિયર- અટવાયેલા પૈસા પરત મળી શકે છે. નોકરીને લઈને યાત્રા થઈ શકે છે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે.

હેલ્થ- મોસમી બીમારી પરેશાન કરી શકે છે. સાંધાના દુખાવા પણ થઈ શકે છે.

શું કરવું- પાણીની ટાંકીમાં એક સિક્કો નાંખવો.

સિંહ-

પોઝિટિવ- તમને નાણાકીય સ્થિતિને સુધારવા માટેની સારી તક મળશે. લોકો પણ તમને મદદ કરશે. તમને કરજ સરળતાથી મળી જશે. ફરવા જઈ શકો છો. કામમાં જીવનસાથીની મદદ મળશે. સામાજિક સન્માન વધશે.

નેગેટિવ- થાકનો અનુભવ થશે. નવું કામની શરૂઆત ન કરવી. જરૂરી કામ ટાળી દેવા. કામ બગડવાની પણ સંભાવના રહેલી છે. વિવાદનો સામનો કરવો પડી શકે છે. મોટા ભાગના કામમાં અવરોધ આવશે. વૈચારિક મતભેદ પણ રહેશે. સંબંધની બાબતમાં નવો નિર્ણય ન લેવો. ગંભીર બાબત તમારી સામે આવી શકે છે. અચાનક યાત્રાનો યોગ બની શકે છે. ધંધાને લઈને જે સોદો કરશો તે તમારી ફેવરમાં નહીં હોય.

ફેમિલી- પરીવારનો સહાકર ઓછો મળશે.

લવ- લવ લાઈફ સારી રહેસે. પાર્ટનરનો સાથ મળશે. સરપ્રાઈઝ પણ મળી શકે છે.

કરિયર- બિઝનેસમાં ભાગ્ય સાથ નહીં આપે. તમારું અટવાયેલું કામ બંધ પણ રહી શકે છે.

હેલ્થ- સ્વાસ્થ્યને લઈને તમારો દિવસ સારો રહેશે. થોડોક થાક લાગશે.

શું કરવું – કોઈ મંદિરમાં તાંબાનું કોડિયું દાન દેવું.

કન્યા-

પોઝિટિવ- કામ ઉપર ધ્યાન આપો. કોઈ નાની વાત આગળ જઈને તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કોઈ તમને ખુશ પણ કરી શકે છે. આર્થિક રીતે દિવસ સારો રહેશે. આજે નોકરી-ધંધાની ચિંતા પૂરી થઈ જશે. રોજિંદા કામમાં સફળતા મળી શકે છે. મિત્ર સાથેની ગેરસમજ દૂર થઈ શકે છે.

નેગેટિવ- ગુસ્સા ઉપર સંયમ રાખો. ગુસ્સાના કારણે તમારા કામ બગડી શકે છે. સાવધાન રહો. તમને ગેરસમજ પણ થઈ શકે છે. કોઈ જૂની વાત તમને પરેશાન કરી શકે છે.

ફેમિલી- પાર્ટનર તમારી ભાવનાનું સન્માન કરશે.

લવ- પાર્ટનર સાથે સમય વિતાવશો.

કરિયર- ભાગીદારી માટે સમય સારો છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વિદ્યાર્થીઓને પણ સફળતા મળશે.

હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂની બીમારીમાં રાહત મળશે.

શું કરવું- કિન્નરોને પાન ખવડાવવું.

તુલા-

પોઝિટિવ- કામ ઉપર ધ્યાન આપવું. મહેનત કરવી, તેનો ફાયદો મળશે. ઓફિસમાં કામનું ભારણ રહેશે. નોકરીમાં પ્રગતિની તક મળશે. તમારા કામ ઉપર બોસની નજર રહેશે. કાર્યક્ષેત્રમાં અપેક્ષા કરતા વધારે સફળતા મળશે. આજે અટવાયેલા પૈસા પરત મળી શકે છે.

નેગેટિવ- સરળ કામ પણ મુશ્કેલીથી પૂરા થશે. કામનું ભારણ પણ વધી જશે. સાવધાન રહેવું.

ફેમિલી- મનની વાત પાર્ટનર સાથે શેર કરો.

લવ- પાર્ટનરને સન્માન અન સહકાર આપવો જરૂરી છે.

કરિયર- બિઝનેસ માટે સમય સારો છે. મહેનતથી કામ કરવાથી સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય નકારાત્મક છે.

હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.

શું કરવું- નજીકની વ્યક્તિને પરફ્યુમ આપવું.

વૃશ્ચિક-

પોઝિટિવ- સમજી-વિચારીને જ મોટો નિર્ણય લેવો. લોકોના અભિપ્રાયને ધ્યાનથી સાંભળો. પૈસાના કારણે અટવાયેલા કામને પૂરું કરવામાં મોટા વ્યક્તિની તમને મદદ મળી શકે છે. બીજા લોકોને મદદ કરવાની ઘણી તક તમને મળશે. મિત્રોની મદદથી પણ ફાયદો થશે. આજે જે લોકો સાથે મુલાકાત થશે તેઓ આગળ જઈને તમને મદદ કરશે. નવા લોકોને મળવામાં ખચકાટ ન અનુભવો. સમય તમારી સાથે છે.

નેગેટિવ- પરિવારના સંબંધોમાં મધુરતા ઓછી થશે. તમારી ઈમેજ ખરાબ થવાની ચિંતા પણ રહેશે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.

ફેમિલી- પરિવારના સંબંધોમાં મધુરતા ઓછી થશે.

લવ- પાર્ટનર સાથે બિનજરૂરી વાતોને લઈને વિવાદ થવાની સંભાવના છે. ધીમે ધીમે બધુ ઠીક થઈ જશે.

કરિયર- યાત્રા પર જવાનો કાર્યક્રમ બનશે. તમારી યાત્રા સુખદ રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય મુશ્કેલીભર્યો રહશે.

હેલ્થ- કોઈ વડિલના કારણે તમારી ચિંતા વધશે. પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

શું કરવું- ઘર અને ઓફિસની સફાઈ કરવી.

ધન –

પોઝિટિવ- જીનવસાથી તમને હિંમત આપશે. નવા કામનું પ્લાનિંગ કરશો. મુશ્કેલીઓ હોવા છતાં તમે તમારી જાતને સંભાળશો. કેટલાક કામને મનને મારીને કરવા પડશે, જેનો તમને ફાયદો મળશે. નવા લોકોને મળશો. લોકોના કામ ઉપર નજર રાખવી. નવું શીખશો.

નેગેટિવ- અમુક કામ પૂરા ન થવાના કારણે ચિંતા રહેશે. મોટા ભાગની કિસ્સામાં તમે તમારી જાતને સંભાળી લેશો. જૂની કોઈ વાત પણ પરેશાન કરી શકે છે. આર્થિક તંગીના કારણે તમારો આત્મવિશ્વાસ ઓછો થશે. તમારી પાસે પૈસા ટકશે નહીં. કોઈ ખાસ કામમાં વાર લાગી શકે છે. ધારેલા કામ પૂરા થશે નહીં. અપેક્ષા કરતા વધારે ખર્ચ થવાથી ચિંતા વધશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ધીરજ રાખવી અને યોગ્ય સમય આવવાની રાહ જોવી. વ્યક્તિગત બાબતોને ઠીક કરવામાં અવરોધ આવી શકે છે.

ફેમિલી- પાર્ટનર માટે મોંઘી ભેટ ખરીદી શકો છો.

લવ- લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.

કરિયર- કામના સ્થળે વાતાવરણ સારું રહેશે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.

હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં દિવસ ઠીક ઠીક રહેશે. જૂની બીમારીમાં રાહત મળશે.

શું કરવું- મંદિરના પૂજારીના આર્શીર્વાદ લેવા.

મકર-

પોઝિટિવ- તમારો દિવસ સારો રહેશે. તમારા મોટા ભાગના કામ અચાનક પૂરા થશે. કામનું જે પણ ફળ મળે તેને સ્વિકારી લેવું. તારા મોટા ભાગના નિર્ણય સાચા હશે. તમારું મન સ્થિર રહેશે. અટવાયેલા કામ પૂરા થશે. તમારા ધ્યાનને મહત્વપૂર્ણ કામ પર જ રાખો. ખાસ મિટિંગ પણ થઈ શકે છે. બીજા લોકોને તમારી વાત મનાવી શકશો.

નેગેટિવ- મનમાં શંકા ઉદભવી શકે છે. કામમાં મન લાગશે નહીં. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતા વધશે. કોઈને પૈસા ઉધાર ન આપો.

ફેમિલી- પાર્ટનરના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.લવ- પાર્ટનર પ્રત્યેના તમારા વ્યવહારને સુધારવો.કરિયર- કાર્યક્ષેત્રમાં વાતાવરણ પહેલા જેવું જ રહેશે. સમસ્યાઓ પણ આવશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સામાન્ય રહેશે. અભ્યાસમાં મન લાગશે. સાથીદારોની મદદ પણ મળશે.હેલ્થ- પેટની બીમારી મટી જશે.શું કરવું- વૃદ્ધ વ્યક્તિની મદદ કરવી.

કુંભ-

પોઝિટિવ- આજે તમે નિરાશાવાદી માનસિકતા ઉપર કાબૂ રાખવાની કોશિશ કરશો અને તેમા સફળ પણ થશો. પૈસાની બાબતમાં સુધારો થશે. આવનાર દિવસમોમાં તમારી આર્થિક સ્થિતિ સુધરશે. તમારા ધારેલા કામ પૂરા થશે. ધનલાભ થવાનો યોગ છે. પાર્ટનર સાથે પૂરી વાત શેર કરવી. તમારી આવડતમાં વધારો થશે. માન-સન્માન વધશે.

નેગેટિવ- તમારા બજેટ કરતા વધારે પૈસાને ખર્ચવા નહીં. લાગણીના આવેશમાં આવીને બોલવાથી નુકસાન થઈ શકે છે. ખર્ચમાં ઘટાડો કરવો.

ફેમિલી- દિવસ સારો રહેશે.

લવ- પાર્ટનર સાથે સમય પસાર થશે.

કરિયર- બિઝનેસમાં નવી વસ્તુ ઉપર તમારું ધ્યાન રહેશે. અમુક વિદ્યાર્થીઓને અપેક્ષા કરતા વધુ સારું પરિણામ મળશે.હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. થાક દૂર થશે.શું કરવું- ગરીબ વ્યક્તિને ચપ્પલનું દાન કરવું.

મીન-

પોઝિટિવ- ચંદ્રમા સારી સ્થિતિમાં રહેશે અને તમારા કામ પૂરા થશે. તમારી મહેનતનો પૂરો ફાયદો મળશે. અચાનક લાભ થવાનો યોગ પણ બની રહ્યો છે. વધારાની આવક પણ થશે. આજે કોઈ રોકાણ કરવાનો નિર્ણય લેશો તો તે તમારા માટે સારી વાત સાબિત થશે. રોકાણનો લાંબા સમય સુધી ફાયદો મળશે. લોકો સાથે વિવિધ વિષય સંદર્ભમાં વાત કરશો. બિઝનેસ સારો ચાલશે. તમને નજીકના લોકોનો સહકાર મળશે.

નેગેટિવ- પરિવારની અમુક બાબતમાં તણાવની સ્થિતિ સર્જાશે. મિત્રની સમયસર મદદ ન મળવાના કારણે તમારો મૂડ ખરાબ થશે.

ફેમિલી- પરિવારની ઘણી બાબતમાં ખર્ચ થશે.

લવ- પાર્ટનર તમારી ભાવનાને સમજશે. દિવસ સારો રહેશે.

કરિયર- બિઝનેસને લઈને જે ચિંતા છે તે જતી રહેશે. કોમર્સના વિદ્યાર્થીઓને સફળતા મળશે. મેડિકલના વિદ્યાર્થીઓને સામાન્ય સફળતા મળશે.

હેલ્થ- સાંધાના દુખાવો પરેશાન કરશે.

શું કરવું- મંદિરના શિખરના દર્શન કરવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *