ઉમરાળા(ગુજરાત): ભારતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આમાં લાખો લોકો તેમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તે દરમિયાન ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે રહેતા અને આર્મીની ભરતીની તૈયારી માટે રનિંગની પ્રેક્ટિસ કરતા આશાસ્પદ યુવકને એક કાર ચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા પહોચવાના કારણે તેનું મોત થયું હતું. ગોપાલભાઈ મહેન્દ્રભાઈ ડાભી શહેરની શામળદાસ કોલેજમાં એસ.વાય.બી.એમાં અભ્યાસ કરતા અને ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે રહીને આર્મીની તૈયારી કરો હતો. આ દરમિયાન ઉમરાળા-ચોગઠ હાઈ-વે પર કારે તેને અડફેટે લેતા યુવકનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, પહેલા સારવાર માટે તેને ઉમરાળા સીએચસી ત્યારબાદ તેને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેવામાં આજે સાંજે 7.50 કલાકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક ગોપાલ આર્મીમાં જોડાવા માંગતો હતો અને દરરોજ સાંજે ઉમરાળા-ચોગઠના રસ્તે રનિંગની પ્રેક્ટિસ કરવા માટે જતો હતો. દરોરજ ની જેમ જ આજે સાંજે સાડા પાંચ વાગ્યાના સમયગાળામાં તે દોડવા માટે ગયો હતો.
તે દરમિયાન સાંજે 6 વાગ્યાની આસપાસ જીજે-23-એએફ-1005 નંબરની કારના ચાલકે તેને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક ગામ લોકોએ ભેગા થઈને કાર ચાલકને પકડી પડ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ઉમરાળા બાદ ભાવનગર ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.