આ તારીખ સુધી લંબાઈ શકે છે ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ -કોર કમિટીની બેઠકમાં લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

સમગ્ર દેશમાં બીજી લહેર ઘાતક સાબિત થઇ છે. સમગ્ર દેશમાં આ બીજી લહેર દરમિયાન સરકારી કે ખાનગી હોસ્પીટલમાં બેડ મળવા ખુબ મુશ્કેલ હતા અને કેટલાય લોકો ઓક્સિજનની અછતને કારણે તડપી તડપીને મરી રહ્યા હતા. જેને લીધે કેટલાય પરિવારજનોએ પોતાના સ્વજનનોને ગુમાવવા પડ્યા હતા. ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યું અને કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે આ પ્રતિબંધો અને રાત્રી કરફ્યુની મુદત હજુ લંબાવી શકે છે.

રાજ્યમાં લગાવવામાં આવેલ કર્ફ્યૂની મુદતમાં વધારો થવાની શક્યતા:
હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જે ખુબ રાહતના સમાચાર કહી શકાય. ત્યારે ઘટી રહેલા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લાગુ કરવામાં આવેલ રાત્રી કર્ફ્યું અને લગાવામાં આવેલા પ્રતિબંધોની મુદત પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યમાં કર્ફ્યું અને લગાવવામાં આવેલ કડક નિયમો આગામી એક સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવે તેવી શક્યતાઓ છે.

25 મે સુધી કર્ફ્યૂ લંબાવવાની સરકારની વિચારણા
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ભલે ઓછા થઈ રહ્યા હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી તેના કારણે રાજ્યમાં લાદવામાં આવેલા નાઈટ કર્ફ્યૂ તથા દિવસ માટેની ગાઈડલાઇન સહિતના પ્રતિબંધો 25 મે સુધી લંબાવી દેવામાં આવે તેવી સરકારમાં વિચારણા ચાલુ હોવાની માહિતી સામે આવી રહી છે.  રાજ્યમાં બીજી લહેરમાં કોઈ પણ રિસ્ક ન લેવાના અભિગમ સાથે પ્રતિબંધોને થોડા હજુ લાંબા કરી શકે છે.

આગામી 25 મે સુધી કર્ફ્યૂ લંબાવવાની સરકાર દ્વારા વિચારણા:
ગુજરાત રાજ્યમાં ભલે કોરોના વાયરસના કેસો ઓછા થઇ રહ્યા હોય પરંત કોરોના હજુ ગયો નથી જેને લીધે રાજ્યમાં લગાવવામાં આવેલ કડક પ્રતિબંધો અને રાત્રી કર્ફ્યુંને ૨૫ મે સુધી લંબાવી દેવામાં આવે તેવી સરકાર દ્વારા વિચારણા શરુ હોય તેવી સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે. સમગ્ર રાજ્યમાં બીજી લહેરમાં કોઈ પણ પ્રક્રનું રિસ્ક ન લેવામાં આવે તેવા વિચારો સાથે આગામી એક અઠવાડિયા સુધી રાત્રી કર્ફ્યું અને પ્રતિબંધો લંબાઈ શકે છે.

કોર કમિટિની બેઠકમાં કર્ફ્યૂ અને લાદવામાં આવેલા પ્રતિબંધો મુદ્દે નિર્ણય લેવાશે:
નોંધનીય બાબત તો એ છે કે, રાજ્યમાં પાંચ જીલ્લાના ધારાસભ્યો દ્વારા રાત્રી કર્ફ્યુંને હટાવી દેવા માટે રજૂઆત કરવામાં આવી છે અને હવે આગામી કલાકોમાં જ રાત્રી કર્ફ્યું અને પ્રતિબંધોને લઈને મોટા સમાચાર આવી શકે છે. કોર કમિટીની બેઠકમાં કર્ફ્યું અને પ્રતિબંધોને લઈને નિર્ણય લેવાઈ શકે છે. જયારે આજે રાજ્ય પર વાવાઝ્ઝોદાનું મોટું સંકટ પણ આવ્યું છે. જેથી આગાહી અનુસાર સાંજે ૬ વાગ્યા સુધીમાં વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે ત્યારે આ સંકટ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 17 જિલ્લાના 655 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, NDRFની 50 ટીમ, SDRFની 10 ટીમ હાલ ખડેપગે છે. ગુજરાતમાં સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. મૌસમ વિભાગ અનુસાર, તોફાન 17મેની સાંજથી 18મેએ ગુજરાતના સમુદ્ર કિનારે અથડાશે. મૌસમ વિભાગે ચેતવણી આપી છે કે આ તોફાન 24 કલાકમાં વધારે ખતરનાક થઈ શકે છે. 18 મે સવારે ચક્રવાત તોફાન પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાત તટ પાર કરી શકે છે.

તૌક્તે વાવાઝોડા ને લઈને અત્યાર સુધીના મોટા સમાચાર- હવામાન વિભાગે જણાવી મોટી વાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *