ગુજરાત(Gujarat): જે લોકોની આવક 500 રૂપિયાની હોય અને તે સાડીના પોટલા બાઇક પર લઇ જતો હોય અને તેને ટ્રાફિક પોલીસ(Traffic police)તેને રોકી એક હજારનો દંડ ફટકારે આ બાબતને લઇને લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો. મારી પાસે પ્રતિનિધિમંડળ આવ્યું એટલે મેં પોલીસ કમિશનર(Police Commissioner)ને જણાવતા કહ્યું છે કે, આ લોકો કોઇ ક્રાઇમ કે ગુનો નથી કરતાં. આ લોકો માલ પ્રાઈવેટ વાહનમાં લઈ જાય તો તેઓને ભાડું પોસાય શકે તેમ નથી. જેથી બાઈક પર પોટલા લઈ જનારને દંડ ન કરવામાં આવે તે પ્રકારની સૂચના આપવી જોઇએ. સીપીની સૂચના બાદ બીજા દિવસથી હેરાનગતિ બંધ કરી દેવામાં આવી હતી.
હવે કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે તો મને ફોન કરી ને કહેજો. આ વાત સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી(BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ(C. R. Patil) દ્વારા ટેક્સટાઇલ એમરોડરી વર્ક એસોસિએશનના પ્રથમ સ્નેહમિલનમાં કહેવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રાજ્ય કાપડ મંત્રી દર્શના જરદોશ(Darshana Zardosh), એમએસ બીટા અને મથુર સવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય રાજ્ય કાપડમંત્રી દર્શના જરદોશે જણાવતા કહ્યું છે કે, હાલમાં ટેકનિકલ ટેક્ષટાઈલ રેડીમેડ ગારમેન્ટ માટે પીઆઇએલ યોજના છે. આ યોજનાનો લાભ લેવો જોઈએ. સુરત શહેરની સુવિધાઓને જોતા લાગી રહ્યું છે કે, મેગા ટેક્સટાઇલ પાર્ક માટે સુરત લાયક રહેવાનું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવતા કહ્યું છે કે, હવે તો સત્તામાં છીએ. કેન્દ્રમાં અને રાજ્યમાં કોર્પોરેશન થી ગ્રામ પંચાયત સુધી તમને આચ નહીં આવવા દઈએ. તમે સદા નિશ્ચિત રહેજો. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ કેટલાક લોકો અપપ્રચાર કરી રહ્યા છે કે જીએસટી માત્ર પોસ્ટપોન છે, પરંતુ પોસ્ટપોન જ છે તમે ચિંતા ન કરશો. લોકોની વાતમાં આવશો નહીં. જ્યારે પણ જ્યાં અમારી જરૂર હશે ત્યારે તમે અમને કહેજો, અમે તમારી મદદ કરવા માટે તત્પર છીએ તેવી હું તમને ખાતરી આપું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.