Cars Price hike: આજથી (1 એપ્રિલ 2025)થી નવી કાર ખરીદવી મોંઘી થઈ ગઈ છે. એટલું જ નહીં, કાર પર મળતું ડિસ્કાઉન્ટ પણ હવે બંધ થઈ ગયું છે. અગાઉ ફેબ્રુઆરી (Cars Price hike) અને જાન્યુઆરીમાં કારના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. કારની કિંમતોમાં સતત વધારાને કારણે કંપનીઓ પોતાનો બોજ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
પરંતુ તેનો બોજ ગ્રાહકો પર નાખી રહી છે. કાર કંપનીઓએ તેનું કારણ ઇનપુટ ખર્ચ અને કાચા માલના ભાવમાં વધારો દર્શાવ્યો છે. આ સાથે ઓપરેશનલ કોસ્ટને પણ કારણ જણાવવામાં આવ્યું છે.
કારની કિંમતમાં 3% વધારો
હોન્ડા કાર્સ ઈન્ડિયા કારના ભાવમાં આજથી વધારો થયો છે. કંપનીએ પહેલાથી જ કિંમતો વધારવાની જાહેરાત કરી હતી. જો કે કંપનીએ તેની કિંમત કેટલી વધારશે તેની માહિતી આપી નથી. કિયા મોટર્સની કાર ખરીદવી આજથી મોંઘી થઈ જશે. કંપનીએ કિંમતોમાં 3% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. હ્યુન્ડાઈએ પણ 1 એપ્રિલથી તેની કારની કિંમતમાં 3% વધારો કરવાની જાહેરાત કરી છે. જો તમે મહિન્દ્રા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આગામી મહિનાથી કંપનીની કારની કિંમતમાં 3% સુધીનો વધારો થશે.
તમામ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા
રેનોએ એ પણ જાહેરાત કરી છે કે 1 એપ્રિલથી તેની કારની કિંમતમાં 2% સુધીનો વધારો થશે. મારુતિ સુઝુકીની કારના ભાવમાં આજથી 4% સુધીનો વધારો થયો છે. કંપનીએ આ વાતની જાણકારી ઘણા સમય પહેલા આપી હતી. તે જ સમયે, ટાટા મોટર્સની કાર ખરીદવી પણ આજથી મોંઘી થઈ ગઈ છે.
જો કે કઈ કારના ભાવમાં કેટલો વધારો થશે? આ વર્ષે બીજી વખત ટાટાએ કિંમતોમાં વધારો કર્યો છે. 31 માર્ચ સુધી નવી કાર પર સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું પરંતુ હવે લગભગ તમામ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App