ભાજપના ધારાસભ્ય એક સમયના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ગુજરાતમાં લગાવેલા આરોપથી તો બચી ગયા પણ રાજસ્થાનમાં ભરાઈ ગયા છે. અગાવ એક વાર મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર આક્ષેપો કર્યો હતો. તે સમયે ભાજપના ધારાસભ્ય સામે અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાય કાર્યવાહીથી બચી ગયા હતા.
હાલ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર છે તેથી ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુધ કાર્યવાહી થાય તો કોઈ નવાઈ નહીં. શારિરીક શોષણનો ગંભીર આરોપ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ સિરોહી પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતી.
એક મહિલાએ ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ ગુજરાતમાં ફરિયાદ નોધાવી હતી પરંતુ કાર્યવાહી ન થતાં એ મહિલાએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ઓગસ્ટ 2020ની છે. મહિલા ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઇ રહી હતી, મહિલા સાથે તેની પુત્રી હતી. ગજેન્દ્રસિંહ પરમારે આબુ રોડ પર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી.
જયારે મહિલાએ ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ અરજી કરી ત્યારે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સિરોહી પોલીસે ફરિયાદને ધ્યાનમાં લઈને કોઇ પગલા ભર્યા ન હતા. ત્યાર બાદ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોર્ટના હુકમના આધારે ધમકી આપનાર મહેશ પટેલ અને ગજેન્દ્ર ચૌહાણ વિરુધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
2020માં મહિલા તેની પુત્રીને લઈને ગજેન્દ્રસિંહ પરમાર સાથે રાજસ્થાનના જેસલમેરમાં જઈ રહી હતી. આબુરોડ પર મહિલા કારમાંથી નીચે ઉતરી હતી અને ત્યારે ગજેન્દ્ર સિંહએ દીકરી સાથે છેડતી કરી હતી. ત્યારે દીકરી ગભરાઈને કારની બહાર નીકળી ગઈ હતી. ત્યાર બાદ મહિલા તેની દીકરીને લઈને અમદાવાદ આવી ગઈ હતી.
ત્યાર બાદ મહિલાએ સિરોહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન અને સાબર ડેરીના પૂર્વ ચેરમેન મહેશ પટેલે મહિલાના ઘરે જઈને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ કેસમાં ગંભીર કલમો અંતર્ગત આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.