સુરત(Surat): શહેરમાં આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. ત્યારે હાલમાં જ વધુ એક આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા સ્થિત યોગી જેમ્સ (Yogi James)ના ત્રીજા માળેથી કુદી રત્નકલાકારે પોતાનું જીવન ટુકાવી લીધું હતું. આ ઘટનાનો CCTV વિડીયો પણ હાલ સામે આવ્યો છે. તેમજ આ ઘટનાના અઢી મહિના બાદ કારખાનાના માલિક અને બે મેનેજર વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
જાણવા મળ્યું છે કે, આ કેસમાં પોલીસે સતત બે મહિના સુધી યોગી જેમ્સના માલિક જીગ્નેશ અને બંને મેનેજરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. હાર્દિકભાઈના આપઘાતને કાપોદ્રા પોલીસે નોર્મલ મારામારી ગણાવીને ફરિયાદ સ્વીકારી ન હતી. મૃતકના ભાઈએ કંપનીના માલિક અને બે મેનેજર સામે FIR દાખલ કરવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ પોલીસે ફાયર નોંધતી ન હતી.
રત્ન કલાકારના અપમૃત્યુ કેસમાં ટ્વિસ્ટ,યોગી જેમ્સના માલિક બંને મેનેજરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો #Surat #SuratPolice #SuratCityPolice #YogiGems #CCTV #news #trishulnews pic.twitter.com/mFBpZVdOHS
— Trishul News (@TrishulNews) November 26, 2022
પોલીસે FIR ન નોંધતા આ કેસમાં પોલીસનું કામ મૃતકના ભાઈ કિરણભાઈએ કર્યું હતું. તેથી કિરણભાઈએ પોલીસ કમિશનરને ખાતાના CCTV ચેક કરાવવા માટેની માંગણી કરતા કાપોદ્રા પોલીસે પરમિશન આપી હતી. ત્યારબાદ સતત છ દિવસમાં કુલ 26 કલાક પોલીસ સ્ટેશનમાં બેસી તમામ CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જ્યાં પણ ગંભીર દેખાતું હોય તેવી સેકન્ડોની નોંધ કરી 60 પાનાની નોટ તૈયાર કરી હતી.
નોટ તૈયાર કર્યા બાદ આ નોટ કાપોદ્રા પીઆઇ ચૌધરીને આપી હતી અને ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું. ત્યારે પણ પોલીસે આ મામલાને ગંભીરતાથી ન લીધો હતો. આ પછી કિરણભાઈને જાણ થઈ હતી કે, કારખાનામાં હાર્દિકભાઈની ઉપર ચોરીનો આરોપ મુકવામાં આવ્યો હતો. ત્યારે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, હીરાની ચોરી બાબતે કારખાનાના માલિક જિજ્ઞેશભાઇ રવજીભાઇ ચલોડીયા તથા બીજા બે મેનેજરોએ અન્ય કારીગરોની હાજરીમાં હાર્દિકભાઈના કપડાં કઢાવી તેમની આબરૂને લાંછન લગાડયું હતું.
આ સિવાય તેમનું ડેબીટ કાર્ડ તેમજ પીન નંબર મેળવી દબાણ કરી કોરા કાગળ ઉપર કંઇક લખાણ કરાવી માર પણ મારતા હતા. આટલી હદે હેરાન કરવાને કારણે તેમણે કારખાનાના ત્રીજા માળેથી કારીગરોની નજર બહાર બારીમાંથી કુદકો મારી આપઘાત કરી લીધો હતો. મૃતકના ભાઈએ તમામ પૂરાવા જજ સમક્ષ મુકયા હતા જેથી જજે પીઆઈને રૂબરૂ બોલાવીને આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવાનું કહેતાં આખરે ગુન્હો નોંધાયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.