ઘણીવાર કોઈ વ્યક્તિને રસ્તા પરથી કોઈનું પર્સ અથવા તો કોઈ કિંમતી ચીજ-વસ્તુ મળતી હોય ત્યારે પોતાના જીવનમાં પ્રમાણિકતા દાખવનાર વ્યક્તિઓ આવી ચીજ-વસ્તુઓ એનાં માલિકને પરત આપી ડેટા હોય છે. સોશિયલ મીડિયા પર આવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.
સુઇગામમાં એક વ્યક્તિને 1.50 લાખ રૂપિયા જેટલી રોકડ રકમનું પાકીટ રસ્તામાં મળી આવતા મુળ માલિકનો સંપર્ક કરીને પરત કરી પ્રામાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુઇગામના જૈન મહાજન મંગળદાસ મહેતાની પેઢીમાં વર્ષોથી મહેતા તરીકે નોકરી કરતા મનસુખભાઇ માળી ઘરેથી દેવદર્શન કરીને પેઢીએ જવા માટે નીકળ્યા ત્યારે સમગ્ર ધંધાનો હિસાબ તેમની પાસે હતો. જેમાં લગભગ 1.50 લાખ રૂપિયા જેટલી રોકડ રકમનું પાકીટ રસ્તામાં પડી ગયું હતું.
આટલી મોટી રકમ રસ્તાની વચ્ચે પડી જતા તેઓ ઉદાસ થઈ ગયા હતા. પૈસા ખોવાઈ ગયા અંગેની ગામના રાજપૂત વોટ્સએપ ગ્રુપમાં કોઈએ મેસેજ કરતાં ગ્રુપમાં રહેલ સુઇગામના ધનાભાઈ વિસાજી રાજપૂતે દુકાનના મહેતા મનસુખભાઇ માળીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, દૂધ ડેરીથી રાજેશ્વર દાદાના મંદિનીર વચ્ચે ક્યાંક પાકીટ પડી ગયેલ છે. જે પાકિટમાં કુલ 1,52,000 રૂપિયાની રોકડ રકમ હતી.
તેમણે બતાવેલ રકમ તેમજ નિશાની મુજબ ધનાભાઈ રાજપૂતને મળેલ પાકીટ મનસુખભાઇને બતાવતાં તેઓએ ખોયેલ એ જ પાકીટ હોવાનું કહ્યું હતું. પાકીટ ખોલીને તેમાંથી રકમ ગણી પુરા પૈસા હોવાથી ધનાભાઈ રાજપુતે મનસુખભાઈનેએ પૈસાનું પાકીટ સુપ્રત કર્યું હતું.
આટલી મોટી રકમ હેમખેમ પરત મળતાં મનસુખભાઇ ગદગદિત થઈ ગયા હોવાંથી તેમણે બતાવેલ પ્રામાણિકતા બદલ તેમને સાલ ઓઢાડીને સન્માન કરી અભિનંદન આપવામાં આવ્યા હતા. જે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આવા વ્યક્તિને લાખો વંદન હો!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle