રાજકોટમાં માનસિક હાલત લથડતાં નવયુવાને ઝાડ પર દોરી બાંધી ગળેફાંસો ખાઈને ટુંકાવ્યું જીવન

સમગ્ર દેશમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. કોરોના મહામારીની અસર મોટાભાગના ધંધા-રોજગાર પર જોવા મળી…

સમગ્ર દેશમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. કોરોના મહામારીની અસર મોટાભાગના ધંધા-રોજગાર પર જોવા મળી રહી છે. આ મહામારીને લીધે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે વધુ એક ઘટના રાજકોટમાં બની છે.

રાજકોટમાં પુનિતનગર વિસ્તારમાં રહેતા એક 41 વર્ષીય યુવાને મવડી પાસે ખેતરમાં ઝાડમાં લટકીને આપઘાત કરી લીધો છે. કોરોના થયા પછી માનસિક હાલત લથડતાં આપઘાત કર્યો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. જેથી શોકનો માહોલ ફરી વળ્યો છે.

108ની ટીમે યુવકને મૃત જાહેર કર્યો હતો :
મળી રહેલ જાણકારી પ્રમાણે મવડી સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ 80 ફુટ રોડ તરફ જઈ રહેલ સગુણા ચોક પાસેના ખેતરમાં ઝાડ પર એક યુવાનનો મૃતદેહ લટકતો હોવાની જાણ પોલીસને થતાં કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જેને લીધે 108 સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.

આની સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 108ની ટીમ દ્વારા મૃત જાહેર કરતાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટેની તપાસ શરૂ કરી દીધી હતી. 108ના EMT વિજયભાઇ ગઢવીએ પોલીસ કંટ્રોલરૂમમાં કહ્યું હતું કે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ખેતરમાં ઝાડની સાથે દોરી બાંધી યુવાને આપઘાત કરી લીધો છે.

યુવક ગઈકાલે સાંજે કોઈને કહ્યાં વિના ઘરેથી નીકળી ગયો હતો :
તપાસ વખતે આ યુવાન ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકા નજીક શેરી નં. 7માં રહેતાં 41 વર્ષીય જસ્મીનભાઇ ગુણવંતભાઇ મહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જસ્મીનભાઇ સાંજે ઘરેથી પોતાનું બાઇક લઇને નીકળી ગયા ત્યારપછી તેમનો સંપર્ક થતો ન હોય પરિવારજનોએ તપાસ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન એક યુવાન ખેતરમાં ઝાડમાં લટકતો હોવાની જાણ થતાંની સાથે જ સ્વજનો શોધતા એ તરફ પહોંચી ગયાં હતાં તેમજ મૃતક યુવાન જસ્મીનભાઇ હોવાનું સ્પષ્ટ થયું હતું.

3 મહિના પહેલા યુવકને કોરોના થયો હતો
મૃતકે એક મોટા પથ્થર પર ચડીને ઝાડ પર દોરી બાંધીને ગળામાં નાંખી દઇ ત્યારબાદ પથ્થરને પગેથી દૂર ખસેડીને ફાંસો ખાઇ લીધો હોવાંનું તારણ જાણવા મળી રહ્યું છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે આપઘાત કરનાર જસ્મીનભાઇ 2 ભાઇ તથા 2 બહેનમાં વચેટ હતાં તેમજ હોઝીયરીનો ધંધો કરી રહ્યાં હતાં.

તેમના પત્નીનું નામ મનિષાબેન છે. સંતાનમાં 2 દીકરી છે. 3 મહિના અગાઉ જસ્મીનભાઇને કોરોના થયો હતો. કોરોના મુક્ત થયા બાદ પણ તે સતત ચિંતામાં રહેતાં હોવાંથી માનસિક હાલત ખરાબ થઇ ગઇ હતી. ધંધામાં પણ મંદી આવી જતાં માનસિક હાલત ખરાબ થઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *