આ વિડીયો જોઈ વાંદરાની બહાદુરીને સલામ કરશો! જુઓ કેવી રીતે કુવામાં પડેલી બિલાડીનો જીવ બચાવ્યો

વાયરલ(Viral): એક હૃદયસ્પર્શી વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ વાયરલ(Viral Video) થઈ રહ્યો છે. આમાં એક વાંદરો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કૂવામાં પડી ગયેલી બિલાડીનો જીવ બચાવતો જોવા મળે છે. આ જોઈને લોકો કહે છે કે, પ્રાણીઓમાં પણ માનવતા હોય છે. વાંદરાના બહાદુરીભર્યા કૃત્યએ લોકોના દિલ જીતી લીધા છે અને આ વિડીયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે.

આમાં જોઈ શકાય છે કે, એક વાંદરો ખૂબ કાળજી પૂર્વક કૂવાની અંદર જાય છે. આ પછી તે બહાર નીકળવાનો રસ્તો શોધે છે અને બિલાડીને તેના પગ વડે પકડે છે. કૂવામાં ઘણો કાદવ જોવા મળી રહ્યો છે, જેના કારણે તેમને બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. પછી વાંદરો વારંવાર બિલાડીને ઉપરની તરફ ઉપાડે છે, જેને કારણે તે કૂવામાંથી બહાર નીકળી શકે. પરંતુ આવું ન થતા તે પોતે કૂવામાંથી બહાર આવી જાય છે.

પછી બીજો વાંદરો આવે છે, જે મદદ કરવાને બદલે જતો રહે છે. આ પછી, આ વાંદરો ફરીથી કૂવામાં જાય છે અને બિલાડીને બચાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે જ એક છોકરી ત્યાં આવે છે અને પોતે કૂવામાં જાય છે અને બિલાડીને બચાવીને બહાર કાઢે છે. વાંદરો થોડો સમય કૂવાની પાળી પર બિલાડીની પાસે બેસે છે. જ્યારે છોકરી બિલાડીને કપડાથી લુછે છે, ત્યારે વાંદરો તેને ગળે લગાવે છે.

આ વીડિયો લખાયો ત્યાં સુધી 7 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. વિડીયોને 24 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે, જ્યારે લગભગ 4 હજાર લોકોએ તેને રીટ્વીટ કર્યું છે. લોકો આના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો વાંદરાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો એ વાત પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે કે મદદ કરવાને બદલે માણસ કેમેરા પકડીને વિડીયો બનાવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે તે વ્યક્તિ વીડિયો બનાવતો રહ્યો, જ્યારે વાંદરો એકલો બિલાડીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *