હવે રસ્તાઓ પર દોડશે ‘ખાટલા ગાડી’ – આ વ્યક્તિનો જુગાડ જોઈ ભલભલા મોઢામાં આંગળા નાખી ગયા

Anand mahindra Viral Video: મહિન્દ્રા ગ્રૂપ (Mahindra Group) એન્ડ મહિન્દ્રા (Mahindra)ના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક એવા વીડિયો શેર કરતા જોવા મળે છે અને મહિન્દ્રાની પોસ્ટ જ્ઞાનવર્ધક હોવાની સાથે સાથે રમુજી પણ હોય છે. મહિન્દ્રા સામાન્ય લોકો દ્વારા થતી અનોખી શોધને તેઓ પ્રમોટ કરે છે.

આનંદ મહિન્દ્રા દેશી જુગાડના મોટા પ્રશંસક રહ્યા છે. સામાન્ય રીતે મહિન્દ્રા વીડિયો તેમના ટ્વિટર પર શેર કરે છે. ત્યારે હમ તેમના ટ્વિટર પર શેર કરાયેલો નવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિ ખાટલાને ચાર પૈડા લગાવીને ગાડી બનાવીને ચલાવતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે.

આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર વીડિયો શેર કરીને લખ્યું કે, ઓછામાં ઓછા 10 દોસ્તો પાસેથી આ વીડિયો મળ્યો હશે. મેં આ વીડિયો એટલા માટે રીટ્વિટ નથી કર્યો કે મને લાગ્યું કે ધ્યાન આકર્ષિત કરવા માટે બનાવાયેલું પ્રેન્ક હશે. સાથે જ આ વાહન ગાડીના નિયમોનું ઉલ્લંઘન પણ કરે છે, પરંતુ જો ઈમાનદારીથી કહું તો મેં આ એપ્લીકેશનને વિશે ક્યારેય વિચાર્યું નથી,કોણ જાણે કે તે દૂરના વિસ્તારોમાં અસાધારણ સ્થિતિમાં એક જીવનરક્ષકનું કામ કરી શકે છે.

આ વીડિયોને ટ્વિટર પર સૌથી પહેલા મંજરી દાસ નામના એક યૂઝરે શેર કર્યો હતો. ત્યાર બાદ હવે આનંદ મહિન્દ્રાએ આ વીડિયોને શેર કર્યો છે. મંજરીએ વીડિયો શેર કરતી વખતે લખ્યું હતું કે, એક વધુ જુગાડ જે આપાતકાલીન પરિસ્થિતિ અને ચિકિત્સા મદદના સમયે અન્ય ગામ જવા ખુબજ મદદ કરી શકે છે.

આ ગાડીને ખાટલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ ગાડીને બનાવવા માટે ખાટલાને ચાર પૈડા લગાવવામાં આવ્યા હતા, ખાટલાની નીચે એન્જિન લગાવીને તેને ચલાવવામાં આવી રહી છે. આ ખાટલાને સ્ટીયરિંગ અને બ્રેક પણ પણ લગાવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ ખાટલાની ગાડીમાં સાઈકલના પૈડાનો ઉપયોગ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *