તમારો જીવ લઇ શકે છે તમારૂ સેનેટાઇઝર, પ્રથમવાર CBI એ જાહેર કર્યું એલર્ટ

કોરોનાવાયરસ(Coronavirus)થી બચાવ માટે મોટાભાગના ડોક્ટર હેન્ડ સેનેટાઇઝર (Hand Sanitizer)નો ઉપયોગ કરવાની સલાહ આપે છે. પરંતુ ક્યારેક આ સેનેટાઇઝર તમને બચાવની જગ્યાએ ખતરનાક સાબિત થઈ શકે છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ પ્રથમવાર એલર્ટ આપીને કહ્યું કે, દેશમાં જે સેનેટાઇઝર વેચાઇ રહ્યાં છે તે ખતરનાક ઝેર છે. તેનાથી લોકોના જીવને ખતરો હોઈ શકે છે.

સેનેટાઈઝર માં થયો છે મિથેનોલ નો ઉપયોગ

સીબીઆઈને ઇન્ટરપોલ પાસેથી મળેલી જાણકારીને આધારે દેશભરમાં પોલીસ અને કાયદો લાગુ કરનારી એજન્સીઓને હાઈએલર્ટ કરી છે કે ઘણા ગેંગ ઝેરી મિથેનોલની મદદથી બનેલા સેનેટાઈઝરનું વેચાણ કરી રહી છે. આ જાણકારી સોમવારે અધિકારીઓએ આપી હતી.

ખતરનાક સાબિત થઇ શકે છે આવા સેનેટાઈઝરનો ઉપયોગ

અધિકારીઓએ જણાવ્યું હતું કે વૈશ્વિક પોલીસ સહયોગી એજન્સી ઈન્ટરપોલે જાણકારી આપી છે કે મિથેનોલનો ઉપયોગ કરી નકલી હેન્ડ સેનેટાઈઝર બનાવવામાં આવી રહ્યા છે. નીચેનો ખૂબ ઝેરીલો પદાર્થ હોય છે. તેમણે કહ્યું છે કે કોરોનાવાયરસ દરમિયાન ઝેરી હેન્ડ સેનેટાઈઝરના ઉપયોગ વિશે બીજા દેશો પાસેથી પણ સૂચના મળી છે. એક અધિકારીએ જણાવ્યું કે મિથેનોલ ખૂબ ઝેરી હોઈ શકે છે અને માણસના શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

છેતરપિંડીના પણ નવા આવી રહ્યા છે મામલા

અધિકારીએ જણાવ્યું કે ઇન્ટરપોલ પાસેથી સૂચના મળતાં સીબીઆઇ પોલીસ અધિકારીઓને સતર્ક કર્યા છે કે ગેંગને લઈને સતર્ક રહે જે આ રીતે પૈસા કમાવવામાં લાગી છે. ઈન્ટરપોલ નું મુખ્ય મથક લોયન માં છે. અને ભારત તેની સાથે તાલમેલ કરવાની જવાબદારી સીબીઆઈને સોંપી છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *