હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ડેયરી મિલ્ક ચોકલેટ તો તમે ખાધી જ હશે, CBI દ્વારા આ ચોકલેટ બનાવતી કંપની કૈડબરીનની વિરુદ્ધ 240 કરોડના ફ્રોડનો મામલો સામે આવ્યો છે. કૈડબરી ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડ વર્ષ 2010થી સમગ્રપણે અમેરિકી સ્નૈક્સ કંપની મોન્ડલીઝની છે. કંપનીએ ક્ષેત્ર આધારિત મળતા ટેક્સ છૂટના નિયમોનો ખોટી રીતે ઉપયોગ કરીને ટેક્સમાં ચોરી કરી છે.
CBI એ અનેકવિધ ઠેકાણા પર દરોડા પાડ્યા :
CBIએ સોલન, બદ્દી, પિંજોર તથા મુંબઈના 10 ઠેકાણા પર દરોડા પાડીને આ કાર્યવાહીને પાર પાડવામાં આવી છે. કંપની દ્વારા સેન્ટ્રલ એક્સાઈઝના અધિકારીઓની સાથે મળીને સરકારને ટેક્સના ભાગરૂપને 241 કરોડનો ચૂનો લગાવ્યો છે. અનિયમિતતાનો આ મામલો 2009-2011ની વચ્ચેનો હોવાનું કહેવામાં આવે છે.
શરૂઆતી તપાસ કર્યા પછી CBI દ્વારા ફરિયાદ નોંધી લેવામાં આવી છે. પોતાની ફરિયાદમાં CBIએ કેટલાય પ્રકારના ગંભીર ગુના કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
12 લોકોની કરી ધરપકડ :
આ મામલે CBI દ્વારા કુલ 12 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તેમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના ૨ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આની ઉપરાંત કૈડબરી ઈંડિયાના વાઈસ પ્રેસિડેંટ વિક્રમ અરોડ તથા ડાયરેક્ટર રાજેશ ગર્ગ અને Jailboy Phillips ની પણ ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle