કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ- 13 મહિલા સહિત 15 કામદારો જીવતા બળીને ખાક

મહારાષ્ટ્રના પુના શહેરમાં એક કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ લાગી. અધિકારીઓએ આ ઘટનામાં કંપનીના 14 કર્મચારીઓના મોતની પુષ્ટિ કરી છે. પુનાના ઘોટાવાડે ફાટામાં એક કંપનીના સેનિટાઇઝર…

મહારાષ્ટ્રના પુના શહેરમાં એક કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ લાગી. અધિકારીઓએ આ ઘટનામાં કંપનીના 14 કર્મચારીઓના મોતની પુષ્ટિ કરી છે. પુનાના ઘોટાવાડે ફાટામાં એક કંપનીના સેનિટાઇઝર મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભારે આગ લાગી હતી. સ્થાનિક ફાયર વિભાગે એનડીટીવીને જણાવ્યું હતું કે આગના સમયે 37 કામદારો યુનિટની અંદર કામ કરી રહ્યા હતા. 20 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 14 લાશ મળી આવી છે.

પુનાના પીરંગુટ એમઆઈડીસી વિસ્તારમાં એક સેનિટાઈઝર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં સાંજના પાંચ વાગ્યાની આસપાસ ભારે આગ લાગી હતી. કારખાનામાં ફસાયેલા 37 માંથી 13 મહિલા અને 2 પુરૂષ કામદારો આગને કારણે મૃત્યુ પામ્યા છે. હજી ઘણા કર્મચારીઓ ગુમ છે. ફેક્ટરીમાંથી નીકળતો કાળો ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાઇ રહ્યો છે. હાલમાં કારખાનામાં ઘણા મજૂરો ફસાયા છે.

ફાયર બ્રિગેડના ત્રણ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બે ડઝનથી વધુ ફાયર બ્રિગેડના જવાનો પોતાનો બચાવ કાર્ય કરી રહ્યા છે. સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે, જેના કારણે તે આજે ખૂબ ઝડપથી પ્રસરે છે. એસવીએસ કેમિકલ્સ નામના આ ફેક્ટરીના ધૂમ્રપાનને કારણે, બચાવ કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ છે. એવું માનવામાં આવે છે કે, ધુમાડાના કારણે ગુમ થયેલા કામદારો ફેક્ટરીમાં જ બેહોશ થઈ ગયા છે.

આગ પર કાબૂ મેળવવા અને અંદર ફસાયેલા લોકોને બચાવવા સંખ્યાબંધ સ્થાનિક ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પૂણેમાં એસવીએસ એક્વા ટેકનોલોજીસના પ્લાન્ટમાં ઓછામાં ઓછા છ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ફાયર વિભાગે જણાવ્યું છે કે, સ્થળ પર 12 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પાંચ લોકો ગુમ થયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ફરજ પરના 37 કર્મચારીઓમાંથી 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘણા લોકોના મોત ની આશંકા છે. ફાયર વિભાગે જણાવ્યું છે કે આગ કાબૂમાં લેવામાં આવી છે. આઠ ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે. ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *