NEET પેપર લીક કેસમાં CBIએ ગુજરાતના 4 જિલ્લા સહિત 7 સ્થળોએ દરોડા પાડ્યા, એક આરોપીની ધરપકડ

NEET Paper Leak Case: NEET પેપર લીક કેસનો રેલો ગુજરાત સુધી આવી પહોંચ્યો છે.  NEET પેપર લીક કેસમાં CBIએ ગુજરાતના ચાર જિલ્લા સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈ દ્વારા આજે સવારથી ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદ સહિત સાત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. NEET પેપર લીક(NEET Paper Leak Case) સાથે સંકળાયેલા લોકોના સ્થળો પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

CBIએ એક વ્યક્તિની ધરપકડ કરી
તમને જણાવી દઈએ કે હજારીબાગમાંથી પત્રકાર જમાલુદ્દીનની પણ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જમાલુદ્દીન પર પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની મદદ કરવાનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું કે જમાલુદ્દીન ફોન દ્વારા પ્રિન્સિપાલના સતત સંપર્કમાં હતો. કોલ ડિટેલ્સ અને પૂછપરછ દ્વારા સીબીઆઈને જાણવા મળ્યું કે તે પેપર લીકમાં પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની મદદ કરી રહ્યો હતો.

શાળાના આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ
જણાવી દઈએ કે, શુક્રવારે સીબીઆઈએ NEET-UG પેપર લીક કેસમાં ઝારખંડના હજારીબાગ સ્થિત એક સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી. ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ એહસાનુલ હકને 5 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માટે હજારીબાગના સિટી કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વાઈસ-પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમને NTAના સુપરવાઈઝર અને ઓએસિસ સ્કૂલના સેન્ટર કો-ઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈ પેપર લીક કેસના સંબંધમાં જિલ્લામાંથી વધુ પાંચ લોકોની પણ પૂછપરછ કરી રહી છે.

આ પરીક્ષા 5મી મેના રોજ લેવામાં આવી હતી
CBIએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) પેપર લીક કેસમાં છ FIR નોંધી છે. NTA એ દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET-UG પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ વર્ષે, 5 મેના રોજ, કુલ 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 23 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.