સ્કૂટર પર જઈ રહેલા દંપતીને નડ્યો અકસ્માત, ટ્રકનું કાળમુખુ ટાયર મહિલાના માથા પર ફરી વળ્યું- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના હાટકેશ્વર(Hatkeshwar) નજીક સ્કૂટર પર પસાર થઈને જઈ રહેલા દંપતી પર ટ્રક ફરી વળતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ભાઈની ઘરે જમીને એક મહિલા…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના હાટકેશ્વર(Hatkeshwar) નજીક સ્કૂટર પર પસાર થઈને જઈ રહેલા દંપતી પર ટ્રક ફરી વળતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ભાઈની ઘરે જમીને એક મહિલા પતિ સાથે એક્ટિવાની પાછળની સીટમાં બેસીને જઈ રહેલી મહિલાના માથા પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી(CCTV) એટલા ભયંકર અને ખતરનાક છે કે જેને જોઈને ભલભલા લોકો વિચલિત થઇ જાય. આ અકસ્માત(Accident)ના બનાવ અંગે હાલ પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડવા માટેના તમામ પ્રયાસો શરુ કીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

માથું છુંદાવાને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરુણ મોત:
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના હાટકેશ્વર સર્કલ નજીક મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં સુશીલા બહેન નામની 30 વર્ષની મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળતા અને માથું છુંદાવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે એક્ટિવા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.

ટ્રકને એક્ટિવા અડતા જ મહિલા ગબડીને ટ્રક નીચે દડી ગઈ:
આ અકસ્માત અંગેના બનાવ અંગે વિસ્તાર પૂર્વક વાત કરવામાં આવે તો મહિલા તેમના પતિ સાથે ભાઈના ઘરે જમીને વસ્ત્રાલ આવેલા મકાને સુવા માટે જઈ રહ્યાં હતા. આ સમય દરમિયાન એક્ટિવા પરથી જ્યારે પતિ પત્ની પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી ટ્રક આવી રહ્યો હતો. આ અકસ્માતના બનાવમાં ટ્રકે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને જોરદાર ટક્કર મારીને અડફેટે લીધું હતું. ત્યાર બાદ પાછળ એકટીવામાં બેઠેલી મહિલા એક્ટિવાથી નીચે ગબડી જાય છે અને તેના પર કાળમુખા ટ્રકનું ટાયર ફરી વળે છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલક આગળ પણ એક કાર ચાલકને ટક્કર મારીને આવ્યો હતો અને વધુ એક અકસ્માતને અંજામ આપ્યો હતો. હાલમાં તો અકસ્માતને અંજામ આપનાર આરોપી ટ્રક ચાલક ફરાર છે. જેને શોધવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આટલી મોટી બેદરકારી હોવા છતાં પોલીસ દ્વારા માત્ર 304-એ મુજબ હળવી કલમનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *