માત્ર હાર્દિક પટેલ નહિ પણ કોંગ્રેસની આ નેતા પણ જોડાશે ભાજપમાં- પ્રધાનમંત્રી મોદી આપી ચુક્યા છે મુલાકાત

ગાંધીનગરમાં આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ…

ગાંધીનગરમાં આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ તેના સમર્થકોની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે. આટલું જ નહિ શ્વેતા બ્રહ્મભટ્ટ 500 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાશે તેવી માહિતી સામે આવી છે. હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાના કાર્યક્રમની સાથે જ શ્વેતા ભાજપ જોઈન કરશે તેવી માહિતી સામે આવી છે.

કોણ છે શ્વેતા બ્રહ્મભટ્ટ ?
કોંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત રાજભવન ખાતે મળ્યા હતા. શ્વેતાએ કોંગ્રેસની ટિકિટ પર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી. શ્વેતાને ભાજપના સુરેશ પટેલ સામે મેન્ડેટ આપવામાં આવ્યો હતો પણ તેને ચૂંટણીમાં નાલેશીભરી હાર મળી હતી, તેણીએ કોંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા મોટા ચહેરાઓ પૈકીના હોવાથી સમાચારોમાં હેડલાઇન્સ માં જગ્યા મેળવી હતી.

શ્વેતા બ્રહ્મભટ્ટ એ કોંગ્રેસ નેતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટની પુત્રી છે. જેમણે 2000માં AMCની ચૂંટણી લડી હતી. બ્રહ્મભટ્ટના પિતા જાહેર જીવનમાં પ્રવેશવા માટે તેમના પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. બે ભાઈ-બહેનોમાં નાના, બ્રહ્મભટ્ટ હંમેશા કોર્પોરેટ જગતમાં પ્રવેશવા માંગતા હતા. બીબીએની ડિગ્રી પછી, શ્વેતાએ યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર, લંડનમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામનો અભ્યાસ કર્યો. શ્વેતાએ HSBC અને Darashaw સાથે ઇન્વેસ્ટર બેંકર તરીકે કામ કર્યું હતું.

ત્યારબાદ શ્વેતાએ IIM, બેંગ્લોરમાં રાજકીય નેતૃત્વના કોર્સ માટે ગઈ. બ્રહ્મભટ્ટ 26 મહિલાઓમાંથી એક હતા અને આ કોર્સ કરનારાઓમાં ગુજરાતના એકમાત્ર વ્યક્તિ હતા, જેનો ઉદ્દેશ્ય સંસદ અને વિધાનસભાઓમાં મહિલા નેતૃત્વ ઉભું કરવાનો છે. કોર્સ દરમિયાન અને અભ્યાસ બાદ તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા. શ્વેતા બ્રહ્મભટ્ટ એક માત્ર વિદ્યાર્થીની હતી જેને યુએન તરફથી શિષ્યવૃત્તિ પણ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *