ચોમાસામાં ઉઘાડી થઇ તંત્રની પોલ: ખાડામાં પાણી ભરતા ઠેર-ઠેર થઇ રહ્યા છે અક્સ્માત- જુઓ LIVE વિડીયો

વડોદરા(ગુજરાત): આજકાલ અકસ્માતના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, વડોદરામાંથી ફરીવાર એક અકસ્માતની ઘટના બનવા પામી છે. જોકે, સાશકો વાર તહેવારે જાહેરાતોમાં સ્માર્ટ સિટી વડોદરાનું અલંકાર લગાડીને પ્રચાર કરવાનું ભૂલતાં નથી. પરંતુ, તેઓ જે બાબત ભૂલી જાય છે એ છે સ્માર્ટ સિટી વડોદરાનો ‘ખાડે’ ગયેલો વહિવટ. આનું તાજું ઉદાહરણ બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ રોડ પર થયેલા એક અકસ્માતના સીસીટીવી વીડિયો પરથી આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, વડોદરામાં વરસના શરૂઆતના વરસાદ પડતાની સાથે ઠેરઠેર ભૂવા અને ખાડાઓ ઘૂણવા લાગે છે. જાણે કે સ્માર્ટસિટી અને ખાડો એકબીજાનો પર્યાય બની ગયા હોય તેવા દૃશ્યો દર ચોમાસે સામે આવી જતા હોય છે. આ દરમિયાન આ ચોમાસું પણ બાકાત કેવી રીતે રહી શકે?

વડોદરાના બીપીસી રોડ એટલે કે, બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ રોડ પરથી પસાર થતા એક વાહનચાલકને ધોળે દિવસે મોતિયા આવી ગયા હતા. મહિલા સાથે જઈ રહેલો આ ચાલક પાણીના ખાડામાં પટકાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ ચાલકના નસીબ સારા હતા કે ખાડો નાનો હતો અને તેનો આબાદ બચાવ થયો બાકી મોટા અકસ્માતમાં લોકો ગટરોમાં ઘૂસી ગયા હોવાના દૃષ્ટાંતો પણ સામે આવતા હોય છે.

દર વર્ષે પાલિકા દ્વારા મોટા ઉપાડે પ્રી-મોનસૂન કામગીરીના નામે મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ, હકીકત શહેરમાં ભૂવાઓ અને ખાડાઓનું રાજ હોવાની છે. આ સ્થિતિમાં આ ચોમાસામાં પણ પાછલા ચોમાસા જેવી જ સ્થિતિ છે. બીપીસી રોડ પર થયેલા આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન તે સ્પષ્ટ થાય છે કે, પાલિકા આવા બનાવોને ગંભીરતાથી લેતી નથી. કારણ કે, દર વર્ષે આ રોડ પર મોટા મોટા ખાડા પડી જતા હોવા છતાં સમારકામના નામે લાલિયાવાડી જ સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *