આખો દેશ આજે ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વ થી લઈને પશ્ચિમ સુધી 71 માં ગણતંત્ર દિવસને ધૂમધામથી ઉજવી રહાયો છે. આ કડીમાં કાશ્મીર ઘાટીના લોકો પણ 26 જાન્યુઆરીએ તિરંગો ફરકાવી રહ્યા છે.
લાઇન ઓફ કન્ટ્રોલ પાસે કુપવાડા સહીત અન્ય જગ્યાઓ પર સ્થાનિક લોકોએ સેનાના જવાનો સાથે મળી તિરંગો ફરકાવ્યો.આ દરમ્યાન બાળકો ખુશ દેખાઇ રહ્યા છે અને સેનાના જવાનો સાથે મળી તેમણે તિરંગાને સલામી આપી.
બાળકો થી લઈને વૃદ્ધો સુધી, સૌ કોઈએ ગણતંત્ર દિવસના સમારોહમાં ભાગ લીધો. આ દરમિયાન જવાનો સાથે બાળકો ખૂબ ખુશ નજર આવ્યા.
આ પહેલી વખત છે જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ ઘાટીમાં પ્રથમ વખત ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે શનિવારના રોજ એક રેલી દરમિયાન કહ્યું હતું કે અનુચ્છેદ 370 હટયા બાદ પહેલી વખત કાશ્મીરમાં ખુલ્લા મન અને જોશ સાથે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવશે.
જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 71 માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસ ની ખૂબ ખૂબ વધાઈ. જય હિન્દ!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.