કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત: આ લોકોને આખી જિંદગી મફતમાં સારવાર થશે, જાણો જલ્દી…

એક બાજુ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. દેશમાં કુલ 1,14,000 થી પણ વધુ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે બીજી તરફ કુલ 70 લાખથી…

એક બાજુ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. દેશમાં કુલ 1,14,000 થી પણ વધુ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે બીજી તરફ કુલ 70 લાખથી વધુ કોરોનાના એક્ટિવ કેસ પણ નોંધાઈ ચુક્યા છે. આ દરમિયાન મોદી સરકાર દ્વારા કેન્દ્રિય કર્મચારીઓની તબીબી સારવારને લઈ અગત્યની જાહેરાત કરવામાં આવી છે.

‘સેન્ટ્રલ ગર્વમેન્ટ હેલ્થ સ્કીમ’ એટલે કે CGHS કેન્દ્ર સરકારની એક સ્વાસ્થ્ય યોજના છે. આ યોજનાનો લાભ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેંશનર્સ તથા એમના આશ્રિતોને મળે છે. આ યોજના અંતર્ગત સરકારી કર્મચારીઓને હોસ્પીટલમાં કેશલેસ સારવારની સુવિધા મળે છે.

એમને હોસ્પીટલનું બિલ અથવા તો મોંઘીદાટ દવાઓની ખરીદી કરવા માટે બિલ પોતાના ખિસ્સામાંથી આપવુ પડશે નહીં. CGHS ની સુવિધા દેશના કુલ 72 શહેરોમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. સંસદના હાલના તથા પૂર્વ સભ્ય, પૂર્વ ગવર્નર તથા લેફ્ટિનેંટ ગવર્નર, સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટના ન્યાયાધીશ, પૂર્વ ન્યાયાધીશ તથા સ્વતંત્રતા સેનાનીઓને સરકાર CGHS કાર્ડનો ફાયદો આપે છે.

સેંટ્રલ ગવરમેન્ટ હેલ્થી સ્કીમ અંદર્ગત માન્યતા પ્રાપ્ત પત્રકાર, દિલ્હી પોલીસનાં કાર્યકર્તા, રેલવે બોર્ડનાં કર્મચારી, પોસ્ટ ઓફિસનાં કર્મચારી, ટેલીગ્રાફ કર્મચારી પણ આવે છે. સેંટ્રલ ગવરમેન્ટ હેલ્થ સ્કીમ તમામ કેન્દ્ર સરકારના કર્મચારી તથા એમના પરિવારના આશ્રિત સભ્યો પર લાગુ પડશે. આની ઉપરાંત પેંશનધારક તથા આશ્રિત પરિવારને પણ આ યોજનાનો લાભ મળે છે.

CGHS સેવાઓનો વિસ્તાર ભારતના કુલ 100 જેટલા શહેરોમાં હશે. હાલમાં આ યોજના કુલ 329 એલોપેથિક સ્વાસ્થ્ય કેન્દ્ર તથા કુલ 86 આયુષ કેન્દ્રો થકી કુલ 72 શહેરોમાં ચાલી રહી છે. આ સેવાનો કુલ 12.09 લાખ લોકો પ્રાથમિક કાર્ડધારક તથા કુલ 35.22 લાખ અન્ય લાભાર્થીઓ લાભ લઈ રહ્યાં છે. જેમાંથી કુલ 17 લાખ લાભાર્થી દિલ્હી તથા NCRના છે.

CGHS સેવાનો લાભ લેનાર કુલ 2.5 લાખથી વધારે લાભાર્થી 75 વર્ષ તેમજ એનાથી વધુ ઉંમરના છે. અંદાજે 58% CGHS લાભાર્થી એછા વર્ષમાં ઓછામાં ઓછી એકવાર CGHS સુવિધાઓનો લાભ લઈ રહ્યાં છે. આમ, કોરોના મહામારીની વચ્ચે મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *