Red & White Institute: NSDC ના અધિકૃત તાલીમ ભાગીદાર રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા આજે એક વિશેષ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું (Red & White Institute) આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કૌશલ્ય આધારિત કોર્સ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.
આ તાલીમ પામેલા વિદ્યાર્થીઓ હાલમાં શહેરની પ્રતિષ્ઠિત કંપનીઓમાં ડેવલપર, ક્રિએટિવ ડિઝાઇનર અને મોબાઇલ એપ ડેવલપર તરીકે કાર્યરત છે. રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ સ્કિલ્સ અને ઇન્ડસ્ટ્રી-ઓરિએન્ટેડ તાલીમ આપીને રોજગારક્ષમ બનાવે છે.
ભારત સરકાર દ્વારા સ્થાપિત NSDC ના આ અધિકૃત તાલીમ ભાગીદારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ આત્મનિર્ભર બનાવવાનો છે. રતન તાતા અને સુંદર પિચાઈના મત મુજબ “ડિગ્રી સારી છે, પરંતુ કૌશલ્ય શક્તિ છે.”
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માત્ર પ્રમાણપત્ર વિતરણનો નહીં, પરંતુ નવા ભવિષ્યની શરૂઆતનો અવસર બની રહ્યો. આજના સમયમાં ઘણા સ્નાતકો રોજગારી મેળવવા સંઘર્ષ કરે છે. આનું મુખ્ય કારણ પ્રેક્ટિકલ સ્કિલ્સ અને ઇન્ડસ્ટ્રી-ઓરિએન્ટેડ તાલીમનો અભાવ છે, જેને રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App