કિંજલ દવેના શૉમાં ખુરશીઓ ઉછળતા પોલીસનો લાઠીચાર્જ, શૉ અધૂરો મુકી નીકળવું પડ્યું

ગુજરાતના પંચમહાલ જિલ્લાના એક માત્ર રંગારંગ કાર્યક્રમ પંચ મહોત્સવમાં અંતિમ દિવસે ગુજરાતી લોક ગાયીકા કિંજલ દવેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. લોકો 31 ડિસેમ્બરે ઉજવણીના…

ગુજરાતના પંચમહાલ જિલ્લાના એક માત્ર રંગારંગ કાર્યક્રમ પંચ મહોત્સવમાં અંતિમ દિવસે ગુજરાતી લોક ગાયીકા કિંજલ દવેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. લોકો 31 ડિસેમ્બરે ઉજવણીના મુડમાં હતા અને વળી તે દિવસે પાસ વગર એન્ટ્રી મળશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. તેથી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

તે સમયે લોકોએ કિંજલ દવેના પર્ફોમન્સ વખતે નાચી નાચીને ખુરશીઓની તોડફોડ કરવા માંડ્યા હતા, દર્શકોએ ખુરશીઓ ઉછાળી હોબાળો મચાવ્યો હતો. અને તેથી પોલીસને બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી. અને ત્યારે કિંજલ દવેને શૉ મુકીને ત્યાંથી નીકળવું પડ્યું હતું અને શૉ બંધ કર્યો હતો.

પાવાગઢમાં આવેલા પંચમહાલ જિલ્લામાં મનોરંજન શો પંચમહોત્સવ તંત્ર દ્વારા દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધી ઉજવવામાં આવે છે. પંચમહોત્સવમાં શરુવાતના દિવસોમાં લોકો આવતા ન હતા અને તેથી આ કાર્યક્રમમાં અંતિમ દિવસે કિંજલ દવેનો શો રાખવામાં આવ્યો હતો અને પાસ વગર એન્ટ્રી હતી. તે સમયે દર્શકો ઉત્સાહમાં આવીને ખુરશી પર ચડીને નાચવા લાગ્યા હતા અને કેટલાક લોકો તો ખુરશીઓ ઉછાળી રહ્યા હતા.

અને તેથી કિંજલ દવેના શો માં અફરાતફરી મચી ગઈ હતી. અને તેથી પોલીસ દ્વારા લાઠીચાર્જ મામલો થાળે પાડ્યો. આ પંચ મહોત્સવમાં કોઈપણ જાહેર જનતા વિનામુલ્યે આવી શકતી હતી. અને કિંજલ દવેનો શો હતો. બંને કારણોથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. શો માં દર્શકોએ હલ્લાબોલ મચાવી દીધો હતો. અને અંતે કિંજલ દવેને શો બંધ કરીને ત્યાંથી જવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *