19 દિવસ, 15 મેચ અને 8 ટીમો…આજથી શરૂ ચેમ્પિયન્સ ટ્રોફી; વાંચો ભારતનું શેડ્યૂલ

Champions Trophy Match Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમ (Champions Trophy Match Schedule) સામેલ છે. આ 8 ટીમ 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમોનો સમાવેશ થાય છે. જ્યારે, ગ્રુપ B માં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોનો સમાવેશ થાય છે. બધી ટીમો ગ્રુપ સ્ટેજમાં એક વખત પોતાના ગ્રુપની ટીમો સામે રમશે અને ત્યારબાદ બંને ગ્રુપમાંથી 2-2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ

19 ફેબ્રુઆરી: પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, કરાચી, પાકિસ્તાન
20 ફેબ્રુઆરી: બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ
21 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી, પાકિસ્તાન
23 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર, પાકિસ્તાન
23 ફેબ્રુઆરી: પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ
24 ફેબ્રુઆરી: બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી, પાકિસ્તાન
25 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી, પાકિસ્તાન
26 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર, પાકિસ્તાન
27 ફેબ્રુઆરી: પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી, પાકિસ્તાન
28 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર, પાકિસ્તાન
1 માર્ચ: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, કરાચી, પાકિસ્તાન
2 માર્ચ: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ
4 માર્ચ: સેમિફાઇનલ 1, દુબઈ
5 માર્ચ: સેમિફાઇનલ 2, લાહોર, પાકિસ્તાન
9 માર્ચ: ફાઇનલ, લાહોર (ભારત ક્વોલિફાય થયું તો તે દુબઈમાં રમાશે)
10 માર્ચ: રિઝર્વ ડે

ગ્રુપની 4 ટીમો
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ. શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.

બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તનઝીદ હસન, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, મોહમ્મદ મહમુદુલ્લાહ, ઝાકર અલી અનિક, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઇમોન, નસુમ અહેમદ, તનઝીમ હસન સાકિબ, નાહિદ રાણા.

ન્યૂઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, વિલ ઓ’રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ, જેકબ ડફી.

પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઈદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા, ઉસ્માન ખાન, અબરાર અહેમદ, હરિસ રૌફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.