‘ચાણક્ય નીતિ’માં માનવ જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની નીતિઓ વ્યક્તિના જીવનમાં ખુશહાલ લાવવામાં ઘણી મદદ કરે છે. ચાણક્ય નીતિથી આજે ઘણા લોકો સુખની જિંદગી જીવી રહ્યા છે. ચાણક્યની ઘણી વાતોએ લોકોનું જીવન બદલી નાખ્યું છે. અને આજે મોટાભાગના લોકો ચાણક્યની વાતોને પોતાના જીવનમાં ઉતારવા માંગે છે.
ઉત્તમ ઉછેર અને ઉત્તમ શિક્ષણ માણસને સુખી જીવન જીવવા માટે મદદ કરે છે. ચાણક્યએ પોતાની નીતિ પુસ્તક એટલે કે ‘ચાણક્ય નીતિ’માં માનવ જીવન સાથે સંબંધિત ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તેમની નીતિઓ વ્યક્તિના જીવનમાં ખુશહાલ લાવવામાં ઘણી મદદ કરે છે. આ નીતિઓમાં તેમણે માતા-પિતા વિશે પણ ઘણું કહ્યું છે. ચાલો જાણીએ તેમના વિશે…
माता शत्रु: पिता वैरी येन बालो न पाठित:।
न शोभते सभामध्ये हंसमध्ये बको यथा।।
ચાણક્યએ એ માતાપિતાને દુશ્મન સમાન ગણાવ્યા છે જે માતાપિતાએ પોતાના બાળકને ભણવા નથી દીધું અથવા ભણાવ્યું નથી. કારણ કે, અભણ બાળક જીવનમાં ક્યારેય જીવનમાં સફળ થતો નથી. અને તેવા બાળકનો સમાજમાં કાયમ તિરસ્કાર થાય છે. અને હાલની પરિસ્થિતિ અનુસાર ચાણક્યની વાત સાચી ઠરે છે.
ફક્ત જન્મ લેવાથી વ્યક્તિ હોશિયાર બનતો નથી. તેના માટે શિક્ષિત થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેખાવ, આકાર અને કદ બધા માનવો સમાન છે, ફરક ફક્ત તેમની શિષ્યવૃત્તિ દ્વારા જ પ્રગટ થાય છે. અને આ કામ માતાપિતા અને શિક્ષક જ કરી શકે છે. બાળકને માનવ બનાવવો કે દાનવ બનાવવો એ હાલ દરેક માતાપિતાના હાથમાં છે.
જે રીતે સફેદ બગલો સફેદ હંસ ભેગો બેસીને હંસ બની શકતો નથી એ જ રીતે અશિક્ષિત વ્યક્તિ શિક્ષિત લોકોની વચ્ચે બેસીને એ શોભાને પામી શકતો નથી. તેથી, માતાપિતાની ફરજ છે કે તેઓ બાળકોને આવું શિક્ષણ આપે, જેથી તેઓ સમાજમાં આગવી છાપ ઉભી કરી શકે અને પોતાનું શોભા બનાવી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle