આ ચાર વ્યક્તિઓ સાથે રહેવાથી બરબાદ થાય છે જીવન, હંમેશા દુર રહેજો- જાણો શું કહે છે ચાણક્ય?

Published on: 3:29 pm, Mon, 22 November 21

જીવનની મોટાભાગની મુશ્કેલીઓનો અંત ખુબ જ સરળ રીતે આવતો હોય છે. સફળ અને સુખી જીવન માટે કોની સાથે રહેવું જોઈએ અને કોની સાથે અંતર રાખવું જોઈએ તે અંગે આચાર્ય ચાણક્યનું કહેવું છે કે, ખરાબ લોકો સાથે રહેવાથી જીવન બરબાદ થઈ જાય છે.

આવા લોકોથી હંમેશા દૂર રહો:
વ્યક્તિ ગમે તેટલી સારી કે ખરાબ હોય, તેની સંગત તેની આદતો પર ચોક્કસપણે સારી કે ખરાબ અસર કરે છે. તેથી આ બાબતે હંમેશા કાળજી લેવી અને લોકોની સંગત કરવી જોઈએ. તેમજ કેટલાક લોકોથી બચવું પણ જોઈએ.

જે લોકો મુશ્કેલ સમયમાં તમારો સાથ નથી આપતા: સારા સંબંધીઓ, મિત્રો તે છે જે મુશ્કેલ સમયમાં તમારો સાથ આપતા હોય છે. આચાર્ય ચાણક્ય કહે છે કે, એવા લોકોનો સાથ તરત જ છોડી દેવો જોઈએ જે ખરાબ સમયમાં તમારો સાથ આપતા નથી. એવા લોકો તમને જ નુકસાન પહોંચાડે છે.

ગુનાહિત વલણ ધરાવતા લોકો: ગુનાહિત વલણ ધરાવતા લોકોનું સંગઠન તમને કોઈપણ દિવસે લોક-અપમાં લઈ જઈ શકે છે. તેથી આવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ.

ખરાબ ટેવો ધરાવતા લોકો: આચાર્ય ચાણક્ય અનુસાર, જે લોકોમાં ખરાબ આદતો હોય તેમનાથી હંમેશા દૂર રહેવું જોઈએ. તેમની સાથે રહેવાથી ધીરે ધીરે તમે તેમની ખરાબ ટેવો પણ અપનાવશો અને તમારા જીવન વિનાશ તરફ પણ જઈ શકે છે.

લોભી લોકો: ચાણક્ય કહે છે કે, લોભી લોકો માત્ર પોતાનું જ ખરાબ નથી કરતા, તેઓ તેમની સાથે રહેતા લોકોને પણ ડૂબાડી દે છે. આ ઉપરાંત, આ લોકો ખુબ જ મતલબી હોય છે અને આવા લોકો તમને ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.