વ્યવસાયમાં સફળતાના શિખર સુધી પહોંચવા માટે કરો આટલી બાબતોનું પાલન- જાણો ચાણક્યનાં મતે…

સોશિયલ મીડિયા પર અવારનવાર આચાર્ય ચાણક્યએ ‘ચાણક્ય નીતિ’ ગગ્રંથમાં કરેલ કેટલીક બાબતોને લઈ જાણકારી સામે આવતી ઓહ્ય છે. જે આપનાં જીવનમાં ખુબ ઉપયોગી બનતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ચાણક્ય નીતિ શાસ્ત્ર ખૂબ જ ઉપયોગી ગ્રંથ છે.

આ પુસ્તકમાં સફળતા મેળવવાં માટે સૂચનો નીતિઓના સ્વરૂપમાં આપવામાં આવ્યા છે. ચાણક્ય નીતિ શાસ્ત્રમાં સૈદ્ધાંતિક જ્ઞાન કરતાં વ્યવહારુ શિક્ષણની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગ્રંથની રચના આચાર્ય ચાણક્યએ કરી હતી. તે ખૂબ જ વિદ્વાન, કુશળ વ્યૂહરચનાકાર તથા દૂરંદેશી હતા. જે લોકો નોકરી-ધંધાના ક્ષેત્રમાં સફળ થવા માંગતા હોય તેઓએ આ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

1. કાર્ય શિસ્ત :
નોકરી-ધંધામાં સફળતા મેળવવાં માટે વ્યક્તિએ પોતાની નોકરી અંગે પ્રમાણિક તથા શિસ્તબદ્ધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાણક્યના મત પ્રમાણે, વ્યક્તિમાં શિસ્ત માત્રથી મહેનતની ભાવનાનો વિકાસ થાય છે. શિસ્ત વગર કોઈપણ કાર્ય સમયસર પૂર્ણ થતું નથી. જેથી સફળતા મેળવવાં માટે શિસ્ત ખુબ જરૂરી છે.

2. જોખમ લેવાની હિંમત :
ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય જણાવે છે કે, કોઈપણ વ્યવસાયમાં સફળતા મેળવવાં માટે વ્યક્તિમાં જોખમી નિર્ણયો લેવાની ક્ષમતા હોવી જ જોઇએ. આચાર્ય ચાણક્યનાં મત પ્રમાણે, તે જ વ્યક્તિ સફળ થાય છે કે, જે નિષ્ફળતાથી ભય અનુભવતો નથી. વ્યવસાયમાં, યોગ્ય સમયે લેવામાં આવેલ નિર્ણય વ્યક્તિને ભવિષ્યમાં લાભ અપાવી શકે છે.

3. વ્યવહાર કુશળ :
ચાણક્ય નીતિ પ્રમાણે, ધંધો અથવા તો નોકરી વ્યક્તિએ વ્યવહાર કુશળ રહેવું ખૂબ મહત્વનું છે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય જણાવે છે કે, જે લોકો વાતોથી સમૃદ્ધ છે, તેઓ લોકોને ખૂબ જલ્દીથી પ્રભાવિત કરે છે. જેથી તેમને તેમના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આસાની રહે છે.

4. ટીમ વર્કની ભાવના :
ચાણક્ય નીતિ પ્રમાણે, જે વ્યક્તિ પ્રત્યેક લોકોની સાથે રાખવાની વૃત્તિ ધરાવે છે, તે પોતાના જીવનમાં સફળ બને છે. કોઈપણ વ્યક્તિ એકલા સફળ થઈ શકતો નથી. સફળતા મેળવવા માટે કેટલાંક લોકોના સહકારની જરૂર હોય છે. જેથી, દરેક વ્યક્તિની સાથે તેની ક્ષમતા પ્રમાણે કાર્ય કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *