સ્વેટરની સાથે રેઈનકોટ પણ રાખજો તૈયાર: ગુજરાતના આ ભાગોમાં માવઠાની શક્યતા, નલિયા બન્યું ઠંડુગાર

Gujarat Cold Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનું પોરબંદર અને કચ્છમાં કાતિલ ઠંડી (Gujarat Cold Forecast) પડે તેવી આગાહી કરવામાં આવી છે. પોરબંદરમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહી શકે છે. તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકૂ રહેશે.

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. તેમજ અનેક ભાગમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી તાપમાન થઈ શકે છે. તો જામનગર, રાજકોટ,જૂનાગઢ, અમરેલી અને કચ્છના ભાગોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા
ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ કરવામાં આવ્યા છે. જ્યારે 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. તેમજ દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની સંભાવનાઓ
હવામાન વિભાગની આગામીની વાત કરવામાં આવે તો, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની સંભાવનાઓ છે. આ સાથે અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટે તેવી પણ શક્યતા છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી નીચુ તાપમાન રહેશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને અમરેલીમાં કડકડતી ઠંડીની શક્યતાઓ છે.

26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ છે. આગાહી પ્રમાણે 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો દેખાશે અને દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવનાઓ રહેવાની છે. ગુજરાતમં હવે ઠંડીનું વાતાવરણ સતત ઘટી રહ્યું છે.