નજીવી બાબતે બે મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ- માનવતા શર્મસાર કરી મિત્રને જ ઉતાર્યો મોતને ઘાટ

Published on: 12:51 pm, Tue, 16 November 21

ચંડીગઢમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બાઈકના વેચાણ બાદ પૈસાની લેવડ-દેવડના વિવાદમાં યુવકે પોતાના જ મિત્રની છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ ઘટના સેક્ટર-32માં બની હતી. જે સમયે યુવકે તેના મિત્ર પર છરીના ઘા ઝીંક્યા હતા. જયારે આ ઘટના સર્જાયા બાદ ત્યાંના હાજર લોકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ બાબતે પોલીસ દ્વારા ત્યાં પુછપરછ પણ કરવામાં આવી હતી. તે સમયે ઘટના સ્થળ પર 10 થી 12 જેટલા લોકો પણ હાજર હતા. પરંતુ તમામ દર્શકો બનીને રહ્યા હતા. તે દરમિયાન એક યુવક વીડિયો પણ બનાવી રહ્યો હતો અને તે વિડીયો પોલીસને બતાવ્યો હતો.

સાથે જ હત્યાની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી. મૃતકની ઓળખ સેક્ટર-32 કોલોનીના રહેવાસી નિખિલ ઉર્ફે ધોબી (18) અને આરોપી અભિ (20) તરીકે થઈ છે. આ કેસમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. સાથે જ આરોપી યુવકના પિતાએ પણ આત્મસમર્પણ કર્યું છે.

તે ઉપરાંત શનિવારે સાંજે રેલ્વે લાઈટ પોઈન્ટ પાસે કાર વેપારી મિત્રને પૈસાની લેવડદેવડમાં મિત્રને ત્રણ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જેમાં આરોપી વેપારી મિત્ર જસપ્રીત શર્માએ પણ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું.

મળતી માહિતી અનુશાર મૃતક નિખિલ અને અભિ બંને ઘણા જૂના મિત્ર હતા. નિખિલના પિતા ચિત્રકાર હતા અને નિખિલ પોતે ધોબીઘાટ પર કામ કરતો હતો. થોડા મહિના પહેલા નિખિલે તેની બાઇક અભિને વેચી દીધી હતી. જે બાદ બે હજાર રૂપિયાનો વ્યવહાર બાકી હતો. આ બાબતે બંનેએ એક બીજાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

હવે સેક્ટર 32માં પણ ટોળાની સામે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ માહિતી મળતા પોલીસ પહોંચી અને ઘાયલને જીએમસીએચ 32માં દાખલ કરાવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. ઘટના સમયે માનવતાને શરમાવે તેવું દ્રશ્ય સામે આવ્યું હતું. આ દરમિયાન ત્યાં લોકોની ભીડ હતી પરંતુ બંને વચ્ચેની લડાઈમાં કોઈએ બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો કે પોલીસને જાણ કરી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati