Chandipura Virus: ગુજરાત સહીત અનેક રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં અનેક બાળકો આ વાયરસની ઝપેટમાં આવ્યા હોવાનું નોંધાયું છે. ત્યારે આ મામલે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus) 50 કેસ નોંધાયા છે. રાજ્યમાં શંકાસ્પદ વાયરસના કારણે અત્યાર સુધીમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે.
તેમણે કહ્યું કે હિંમતપુરમાં ચાંદીપુરા વાયરસના કુલ 14 કેસ નોંધાયા છે, જેમાંથી સાત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. પટેલે જણાવ્યું હતું કે, “ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ અન્ય રાજ્યોમાંથી આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 50 કેસ નોંધાયા છે અને 16 લોકોએ જીવ ગુમાવ્યો છે.” તેમણે કહ્યું કે દરેક ગામ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં આ અંગેની માહિતી પ્રસારિત કરવામાં આવી છે.
બાળકોમાં ચાંદીપુરા વાયરલના લક્ષણો જોવા મળ્યા
મુખ્યમંત્રીએ કલેક્ટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) અને મેડિકલ કોલેજો સાથે પણ બેઠકો યોજી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં બાળકોમાં ચાંદીપુરા વાઈરસના લક્ષણો જોવા મળ્યા છે, જેના કારણે થોડો ભય પેદા થયો છે. લેબોરેટરી પરીક્ષણ માટે સાત કેસ પુણે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર ચાંદીપુરા વાયરસનો એક કેસ મળ્યો હતો. તાવ અને ઝાડા જેવા તમામ લક્ષણો માટે એકલો ચાંદીપુરા વાયરસ જવાબદાર નથી. તે એન્સેફાલીટીસને કારણે પણ થઈ શકે છે. વાઈરલ અંગેની મહત્વની માહિતી સમગ્ર રાજ્યમાં પ્રસારિત કરવામાં આવી છે.
સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ, બાળકી ICUમાં દાખલ
સુરતમાં ચાંદીપુરાનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સચિન સ્લમ બોર્ડમાં રહેતા પરિવારની 11 વર્ષની દીકરીને તાવ આવ્યા બાદ ઊલટી અને બે-ત્રણ વાર ખેંચ આવતા ICUમાં દાખલ કરાવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી
જણાવી દઈએ કે, આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાંદીપુરા વાઈરસ વચ્ચે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી અને રોગચાળાને કાબૂમાં લેવા માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. ગુજરાતના માહિતી વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી.
સીએમ પટેલે રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી અને તેમના જિલ્લાઓની કામગીરીની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ આ રોગને રોકવા માટે જિલ્લાઓમાં મેલેથીઓન પાવડરનો છંટકાવ કરવાની ઝુંબેશ ચલાવવા અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. તેમણે અધિકારીઓને કોઈપણ પ્રકારના તાવથી પીડિત દર્દીઓની તાત્કાલિક અને સઘન સારવાર સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App