ચાર દિવસ ગરમીથી રાહત મળશે: ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતાં તાપમાન ઘટશે, જાણો તમારા શહેરનું તાપમાન

Weather Department: આગામી ચાર દિવસ ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાત પર આવતા પવનો પશ્ચિમ દિશા તરફથી ફૂંકાઈ રહ્યા છે, તેને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ગઈકાલથી જ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની(Weather Department) શરૂઆત થઇ ચૂકી છે, જ્યારે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. આ ઉપરાંત આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે.

ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા
હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં તાપમાન થોડું ઓછું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જોકે, એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. ગુરૂવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયુ હતુ. આટલી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઇએ.

હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે
હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં તાપમાન થોડું ઓછું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જોકે, એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. ગઇકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયુ હતુ. જેથી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્રમાં હીટવેવની આશંકા છે. ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જે બાદ ધીરે ધીરે તાપમાનમાં વધારો નોંધાશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આગામી સાત દિવસ ગુજરાત, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા જણાવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં હીટવેવની સ્થિતિ સર્જાશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં પવનની દિશા બદલાવવાને કારણે આગામી ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાઇ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં હીટવેવની સ્થિતિ સર્જાવવાની શક્યતા છે.આ સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડીશન રહેશે. ચાર દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જે બાદ ધીરે ધીરે તાપમાનમાં વધારો નોંધાશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.