રાજ્યના વિધાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 9થી 12ની પરીક્ષાના સમયમાં થયો ખાસો ફેરફાર- શિક્ષણ બોર્ડની જાહેરાત

ગુજરાત(Gujarat): રાજયના વિધાર્થીઓ માટે મોટા સમાચાર(Big news) સામે આવી રહ્યા છે. રાજ્યના ધોરણ 9થી12(Standard 9 to 12)ના વિધાર્થીઓની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના…

ગુજરાત(Gujarat): રાજયના વિધાર્થીઓ માટે મોટા સમાચાર(Big news) સામે આવી રહ્યા છે. રાજ્યના ધોરણ 9થી12(Standard 9 to 12)ના વિધાર્થીઓની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના તમામ વિધાર્થીઓ માટે આ મહત્વના સમાચાર કહી શકાય.

ગુજરાત શિક્ષણ બોર્ડ(Gujarat Board of Education) દ્વારા ધોરણ 9થી12માં જે મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડના પ્રશ્નપત્રોથી લેવામાં આવનારી છે તેમાં સમય અને કોર્સ માળખામાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ જુનથી ઓગસ્ટ મહિનાનો કોર્સ 100 ટકા રહેશે અને માત્ર સપ્ટેમ્બર મહિનાનો કોર્સ 50 ટકા મુજબનો રહેશે.

આગામી 18મી ઓક્ટોબરથી ધોરણ 9થી12ની પ્રથમ સત્રની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જેમાં ગણિત, વિજ્ઞાાન, અંગ્રેજી અને એકાઉન્ટ, બાયોલોજી, ફિઝિક્સ,કેમિસ્ટ્રી સહિતના મુખ્ય વિષયોની પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ કક્ષાએથી તૈયાર કરીને દરેક જિલ્લાની સ્કૂલોમાં મોકલવામા આવશે. જ્યારે બાકીના વિષયોની પરીક્ષા સ્કૂલ કે એસવીએસ કક્ષાએથી પ્રશ્નપત્રો તૈયાર કરી પરીક્ષા લેવામા આવનાર છે.

શિક્ષણ બોર્ડ અગાઉ જાહેર કરવામા આવેલા ટાઈમ ટેબલ મુજબ ધોરણ 9 અને 11માં સવારના રોજ 11:00 થી 01:00ની પરીક્ષા હતી. જેમાં ફેરફાર કરીને હવે સવારે 10:30થી12:30 દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ 10 અને 12માં અગાઉ જે 11:00 થી 02:00ની પરીક્ષા હતી તે હવે 02:00 થી 05:00 દરમિયાન લેવાશે. 9-11માં બે કલાકની અને 10-12માં ત્રણ કલાકની પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ બોર્ડ દ્વારા માસ દરમિયાન ચેપ્ટર-કોર્સ સહિતનું માળખુ જાહેર કરવામા આવ્યુ છે. જે અનુસાર પરીક્ષા લેવામા આવનાર છે. જેમા જુન મહિનાથી ઓગસ્ટના મહિનાઓનો પુરો 100 ટકા કોર્સ રહેશે અને માત્ર સપ્ટેમ્બર મહિનાનો 50 ટકા કોર્સ રહેશે. જ્યારે ધોરણ 10માં આ વર્ષથી લાગુ બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતમાં પ્રથમ અને દ્રિતિય પરીક્ષામાં બંનેના પેપરો એક સરખા જ રહેશે. બંનેના પેપર અલગ અલગ નહિ કાઢવામાં આવે અને શાળા કક્ષાએ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહી કરવામા આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *