યુવકે યુવતી સાથે બાંધ્યા શારીરિક સબંધ, યુવતીના ભાઈને આ વાતની જાણ થતા યુવકના કર્યા એવા હાલ કે…

અવારનવાર યુવક-યુવતીઓના શારીરિક સબંધના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે. જેમાં યુવકે યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા ને યુવતીના ભાઈને આ વાતની જાણ થઇ હતી અને પછી યુવકને મેથીપાક ચખાડ્યો હતો. સમગ્ર ઘટનાને વિસ્તૃતમાં જાણીએ…

ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક ગામમાં યુવકને તેમના જ ગામની યુવતી સાથે પ્રેમ થયો હતો અને તે યુવતી સાથે પ્રેમ સબંધ બાંધ્યા હતા. જ્યારે આ સબંધ વચ્ચે યુવતીના ભાઈને જાણ થતા અફરાતફરી મચી ગઈ હતી. યુવતીના ભાઈએ તે યુવકને માર મારવામાં આવ્યો હતો અને તેની કહ્યુ હતું કે જો હજુ પણ મારી બહેન સાથે સબંધ રાખીશ તો જાનથી મારી નાખવાની પણ પણ ધમકી આપી હતી. યુવકને યુવતીના ભાઈ દ્વારા ધમકી આપવામાં આવતા યુવક પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.

મળતી માહિતી અનુસાર, હીરાની ઓફિસમાં કામ કરતા 22 વર્ષના યુવકે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે કે, તેમના જ ગામમાં રહેતી યુવતી સાથે મારે અગાઉ પ્રેમ સબંધ હતો. જે યુવતીના ભાઈને આ ગમ્યું ન હોવાને કારણે આ પ્રેમ સબંધ પૂર્ણ કરી નાખ્યો હતો.

આ પ્રેમસબંધને મામલે યુવતીના ભાઈએ સમાધાન માટે યુવકને વાડીએ બોલાવ્યો હતો અને ત્યાં બોલાવીને યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને પછી તે ત્યાંથી ભાગી છુટ્યા હતા. ગંભીર રીતે ઈજા પામેલા યુવકને શહેરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ તેજ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *