સુરત એરપોર્ટ ઉપર કોરોના વાઈરસને લઈને બહારથી આવતા લોકોનું ચેકિંગ, જુઓ વિડીયો

ચીન સહિત સમગ્ર વિશ્વ જેનાથી ફફડી રહ્યું છે તે કોરોના વાઈરસના ભારતમાં દર્દી મળ્યા બાદ સુરતમાં પણ આરોગ્ય વિભાગને સાવચેત કરી દીધું છે. ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના કારણે સુરત એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શારજાહથી આવતા પેસેન્જરનું ગાઈડલાઈન પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બેંગકોક,સિંગાપોર સહિતના સાઉથ ઇસ્ટ એશિયાના દેશમાંથી શારજાહ થઈ સુરત આવતા મુસાફરો પર વોચ ગોઠવાઇ છે. સુરત એરપોર્ટથી શારજાહ સિવાય કોઈ પણ દેશની સીધી ફ્લાઇટ નથી. બેંગકોક, સિંગાપોર જેવા સાઉથ ઇસ્ટ એશિયાના દેશમાંથી વાયા શારજાહ થઈ સુરત એરપોર્ટ પર ઘણા મુસાફરો આવતા હોય છે. જેને પગલે સુરત એરપોર્ટે ઇન્ટરનેશનલ મુસાફરો માટે સ્પેશિયલ ફોર્મ તૈયાર કર્યું છે.

ચીન સહિત દુનિયાના અન્ય દેશોમાંથી આવતાં મુસાફરો કોરોનાનો ભોગ બન્યા કે નહીં તેની જાણકારી માટે સુરત એરપોર્ટ પર મુસાફરોના સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોની ચકાસણી માટે સુરત મ્યુનિ. અને એરપોર્ટની મેડિકલ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે

1 મેડિકલ ઓફિસર, 1 ફાર્માસિસ્ટ અને નર્સ તૈનાત કરાઈ

સુરત એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે 1 મેડિકલ ઓફિસર, 1 ફાર્માસિસ્ટ અને નર્સ તૈનાત કરવામાં આવી છે. શારજાહથી આવતી ફ્લાઇટના મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.

ઘરે જ ચકાચણી શરૂ કરાઈ હતી

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચીનથી 235 લોકો આવ્યા છે. જેમાં વિદ્યાર્થી, પ્રવાસી અને બિઝનેસમેનનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે કેન્દ્ર અને ગુજરાત સરકારની મદદથી આ લોકોની માહિતી મેળવીને સતત તેમના ઘરે જ આરોગ્યની ચકાસણી શરૂ કરી હતી.

કોરોનાના લક્ષણ ન જોવા મળતા ચેપ મુક્ત જાહેર

કોરોના વાઈરસના કોઈ પણ પ્રકારના લક્ષણ દર્દીમાં જોવા મળે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાંથી અત્યાર સુધીમાં 235 લોકોમાં કોઈ પ્રકારના લક્ષણ ન દેખાતા તેઓને ચેપ મુક્ત જાહેર કરવામા આવ્યા છે.

ચીનથી શરૂ થયેલો કોરોના વાઈરસનો રોગ હવે વિશ્વના 60 જેટલા દેશ માટે ખતરો બની ગયો છે. આ રોગ બાદ ચાઈનાથી સુરત આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ કરાયું હતું પણ કોઇને રોગના ચિન્હો જોવા મળ્યા નહોતા.  પરંતુ હવે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા  માત્ર ચાઈના નહી પરંતુ ઈટાલી, ઈરાન, કોરિયા, મલેશિયા, થાઈલેન્ડ, હોંગકોગ, મકાઉવિયેટનામસિંગાપોરસાઉથ કોરિયા  વિગેરે દેશોમાંથી સીધા કે વાયા થઈને આવતા મુસાફરોની હિસ્ટ્રી ચેક કરીને સ્ક્રીનીંગ કરવાની સુચના અપાઇ છે. તે મુજબ આજે રાત્રે શારજહાંથી આવતી ફ્લાઈટના મુસાફરોના સ્ક્રીંનીગ સાથે કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *