આ રીતે ઘરે જ બનાવો રેસ્ટોરેન્ટ જેવા ચીઝ પરોઠા, નાના-મોટા સૌ આંગળી ચાટતા રહી જશે

ઘણીવાર તમે જોયું હશે કે બાળકોને પાર્ટીનું નામ સાંભળતા જ પિઝ્ઝા કે બર્ગર યાદ આવી જાય છે, પરંતુ આ આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ…

ઘણીવાર તમે જોયું હશે કે બાળકોને પાર્ટીનું નામ સાંભળતા જ પિઝ્ઝા કે બર્ગર યાદ આવી જાય છે, પરંતુ આ આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક વસ્તુઓ છે. તેનો વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આમાં શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે, તમે બાળકોને ચીઝના પરાઠા બનાવીને ખવડાવો. બાળકો ખૂબ જ ઉત્સાહથી ખાશે અને તેનાથી વધારે નુકસાન પણ થતું નથી.

સામગ્રી –
ઘઉંનો લોટ- 1 કપ (150 ગ્રામ)
મેંદો- 1 કપ
ઘી- 3-4 ચમચી

મોઝેરીલા ચીઝ- 1 પેક (200 ગ્રામ)
પિઝા સોસ- 2 ચમચી
મીઠું- સ્વાદ મુજબ

ચીઝ પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ તમે કણકને સારી રીતે ભેળવી લો અને પછી તેને 10 મિનિટ સુધી ઢાંકીને રાખો, જેથી તે સારી રીતે સેટ થઈ જશે. સ્ટફિંગ બનાવવા માટે, 200 ગ્રામ ચીઝમાંથી 100 ગ્રામ ચીઝ એક પ્લેટમાં છીણી લો. બાદમાં આ છીણ, પિઝ્ઝા સોસ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ સેટ થવા માટે મુકેલા લોટના લુવા બનાવો અને તેની રોટલી વણી લો. આ રોટલીની અંદર સ્ટફિંગ ભરી દો અને તેને એક પેનમાં ઘી અથવા તેલ વડે શેકી લો. આમ, તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ચીઝ પરોઠા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *