ચેન્નાઈ: 7 વર્ષની એક બાળકીની સાથે ચેન્નાઈમાં શારીરિક શોષણની હચમચાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આ કરતૂતને બાળકીના દાદા, કાકા અને મોટાભાઈએ મળીને અંજામ આપ્યો હતો. પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે એકને બાળસુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ચેન્નાઈ નીજક મડિપ્પકમમાં 62 વર્ષનો વ્યક્તિ તેના નાના પુત્ર સાથે રહે છે. બીજી જગ્યાએ તેનો મોટો પુત્ર તેના પરિવાર સાથે રહે છે. જેને આપણે વડીલ ગણીએ તે આ વૃદ્ધ વ્યક્તિ તેના 16 વર્ષના પૌત્ર અને 7 વર્ષની પૌત્રીને પોતાની સાથે રાખવાના માટે તેને ઘરે લઈ આવ્યા હતા. 2 ઓગસ્ટની રાતે બાળકીની બાજુમાં સૂતા દાદાએ તેનું શારીરિક શોષણ કર્યું હતું.
ગભરાયેલી બાળકી આ ઘટના બાદ ત્યાંથી નીકળીને તેના કાકાના રૂમમાં જતી રહી હતી. ત્યારે કાકાએ પણ બાળકીને શાંત કરવાની આડમાં તેની સાથે ગેરવર્તણૂંક કરી હતી. આ દરમિયાન માસુમ બાળકી મદદની આશામાં ત્યાં સૂઈ રહેલા તેના 16 વર્ષના ભાઈ પાસે ગઈ હતી. તેની મદદ કરવાની જગ્યાએ તેના ભાઈએ પણ બાળકીનું શારીરિક શોષણ કર્યું હતું.
બાળકીની માતા રવિવારે 8 ઓગસ્ટના રોજ જ્યારે તેને મળવા આવી ત્યારે તેને જોયું કે બાળકી બીમાર છે. ત્યારે માતા તરત બાળકીને ડોક્ટર પાસે લઈ ગઈ હતી. હોસ્પિટલમાં સાત વર્ષની બાળકીએ સમગ્ર ઘટના જણાવી હતી. મેડિકલ ચેકઅપથી એ વાતની પુષ્ટિ થઈ કે બાળકીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતાએ મડિપ્પકમ ઓલ વુમન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને દાદા અને તેના કાકાને જેલમાં મોકલ્યા છે. જ્યારે 16 વર્ષના ભાઈને બાળ સુધાર ગૃહ મોકલી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.