તસ્કરો પાસેથી મળી આવ્યો અઢી કરોડનો આ દુર્લભ દ્વિમુખી સાંપ- જાણો વિગતવાર

હાલમાં ઉત્તરપ્રદેશના બલરામપુરમાં પોલીસ દ્વારા વન્ય જીવોની તસ્કરી કરનારી ગેંગના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. તેમની પાસેથી દુર્લભ પ્રજાતિનો એક રેડ…

હાલમાં ઉત્તરપ્રદેશના બલરામપુરમાં પોલીસ દ્વારા વન્ય જીવોની તસ્કરી કરનારી ગેંગના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. તેમની પાસેથી દુર્લભ પ્રજાતિનો એક રેડ સેન્ડબોઆ સાંપ જપ્ત કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, આ દુર્લભ પ્રજાતિના સાંપની આંતરરાષ્ટ્રીય કિંમત અઢી કરોડ રૂપિયા છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ વિરુદ્ધ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે પોલીસ અધિક્ષક હેમંત કુટિયાલે જણાવ્યું કે, પોલીસ દ્વારા વન વિભાગની ટીમ અને ખબરીની બાતમીના આધારે વન્યજીવોની તસ્કરી કરનારા 4 તસ્કરોની દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના સેખુઇકલા તિહારેથી ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો કાર વડે રેડ સેન્ડબોઆ નામનો દુર્લભ પ્રજાતિના દ્વીમુખી સાંપની તસ્કરી માટે લઈ જઈ રહ્યા હતા.

આ ઉપરાંત, પોલીસની પૂછપરછમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ જણાવ્યું કે તે જંગલમાંથી સાંપોને પકડે છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં થાય છે. તસ્કરોના જણાવ્યા અનુસાર, ગ્રાહકોની તપાસ કરીને તેઓ સાંપોને વેચી દે છે અને રૂપિયા અરસપરસ વહેચી લે છે. ધરપકડ થયેલા આરોપી સદન કુમાર, ગોવિંદ નાથ પાંડે, બાબર ખાં, વિશાલ ગુપ્તા રાજ્યના અલગ અલગ જિલ્લા શ્રીવસ્તી, સિદ્ધાર્થનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

SPએ જણાવ્યું કે, પકડાયેલા વન્યજીવ તસ્કરો પાસેથી રેડ સેન્ડબોઆ સાંપ સિવાય રોકડ, મોબાઈલ ફોન અને એક સેલેરિયો કાર જપ્ત કરવામાં આવી છે. દેહાત પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વન્યજીવ તસ્કરો વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમમાં કેસ દાખલ કરીને જેલ મોકલી દેવામાં આવ્યા છે. SP હેમંત કુટિયાલ દ્વારા વન્યજીવ તસ્કરોની ધરપકડ કરનારા ઇન્સ્પેક્ટર સ્વાટ ટીમ શ્યામલાલ યાદવ, ઇન્સ્પેક્ટર સર્વિલાન્સ ચંદ્ર હાસ મિશ્ર, સબ ઇન્સપેક્ટર ઉમેશ ચંદ્ર અને તેમની ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

જાણકારો જણાવે છે કે, રેડ સેન્ડબોઆનો વસવાટ સૌથી વધારે ગુજરાતમાં છે. તે ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને વાપી સિવાય દાદરા અને નગર હવેલીમાં જોવા મળે છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, મટમેલે રંગોવાળો આ સાંપ મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશની સીમા, તામિલનાડુ અને ઉત્તર પૂર્વી વિસ્તારના મેદાની અને ભેજવાળા ભાગોમાં રહે છે.

ખૂબ જ દુર્લભ થઈ ચૂકેલા આ સાંપને તસ્કરો દુનિયામાં વજનના હિસાબે વેચવા લાગ્યા છે અને રીતસરના તેના રેટ કોડ પણ છે. 250 ગ્રામ રેડ સેન્ડબોઆ 2-5 લાખ રૂપિયામાં, જ્યારે 500 ગ્રામનો આ સાંપ 8-10 લાખ રૂપિયામાં વેચાય છે. એક કિલો રેડ સેન્ડબોઆની કિંમત એક કરોડ રૂપિયા સુધીની કિંમત થઈ શકે છે. અને 2 કિલો રેડ સેન્ડબોઆ 3-5 કરોડ રૂપિયામાં વેચાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *