લોકડાઉનમાં શેરીનાં કુતરાઓ ભૂખ્યા ન રહે એ માટે આ મહિલાએ કર્યું અનોખું કાર્ય…     

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કેટલાંક લોકોના ધંધા-રોજગાર ભાંગી પડવાને લીધે ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. થોડા સમય પહેલાં સમગ્ર દેશમાં વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકડાઉન કરવામાં આવ્યું છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

અહી ઉલ્લેખનીય છે કે, લૉકડાઉનમાં લોકો ભૂખ્યા રહ્યા, નોકરીઓ ગુમાવી, પગપાળા ચાલીને ગયા ત્યારે આ બધી જ ઘટનાની વચ્ચે હજુ એક એવી ઘટના સામે આવી રહી છે જેના વિશે જાણીને આંખો ભરાઇ જશે. ચેન્નઇમાં રહેતી મીનાએ લોકડાઉનનાં સમય દરમિયાન એક ટંક જ ભોજન લીધું છે. આવું તેણે એટલા માટે કર્યું હતું. કારણ કે કુતરાઓ ભૂખ્યા ન રહે.

લોકોના ઘરે જમવાનું બનાવવાનું કરે છે કામ :
વાતચીત દરમિયાન તેણે જણાવતાં કહ્યું હતું કે, એ લોકોના ઘરે જમવાનું બનાવીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. કુતરાઓની સાથે એને અનોખો લગાવ રહેલો છે. તેને જ પોતાનો પરિવાર માની રહી છે તેમજ આખું જીવન એનું ધ્યાન રાખવામાં જ પસાર કરવાનું ઇચ્છે છે.

લોકડાઉન વખતે એની પાસે ખાણી-પીણીનો સવાલ થયો હતો તેમજ તેનું કામ પણ ઠપ્પ થઇ ગયું હતું. આથી મીનાએ નક્કી કર્યું હતું કે, પોતે એક જ વાર ભોજન લેશે તેમજ બીજા ટંકના ભોજનમાંથી કુતરાને ખવડાવશે. જેને કારણે તેઓ ભૂખ્યા ન રહે.

કેટલાક લોકોએ મદદ કરી :
મીનાએ જણાવતાં કહ્યું હતું કે, એના અમુક માલિકોએ લોકડાઉનનાં સમય દરમિયાન મદદ કરી હતી. આની સાથે જ એડવાન્સમાં વેતન પણ આપી દીધું હતું. આ તમામ લોકો જાણતા હતાં કે, મીનાના પરિવારમાં 13 કુતરા છે અને તેને શેરીનાં બધાં જ કુતરાઓને ખવડાવવાની આદત રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *