“દીપિકા”નું આ રૂપ તમે નહીં જોયું હોય…

એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી નું છપાકને લઈને નિવેદન. એસિડ અટેક સર્વાઇવર પર બની રહેલી ફિલ્મ છપાક હાલ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મના હાલમાં જ જાહેર…

એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી નું છપાકને લઈને નિવેદન.

એસિડ અટેક સર્વાઇવર પર બની રહેલી ફિલ્મ છપાક હાલ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મના હાલમાં જ જાહેર કરાયેલા પોસ્ટરને જોઈને દીપિકા પાદુકોણ ના ઘણા વખાણ કરવામાં આવી રહ્યા છે એસીડ અટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલ કે જેના જીવન પર આધારિત આ ફિલ્મ બની રહી છે તેણે હાલમાં નિવેદન આપ્યું હતું જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એપ્રિસિએટ્સ કરવામાં આવી રહ્યું છે..

એસિડ પફેકનારાઓ માટે એક તમાચો છે આ ફિલ્મ : “લક્ષ્મી”.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન લક્ષ્મીઅગ્રવાલે કહ્યું હતું કે આ ફિલ્મ મહિલાઓ માટે ખૂબ મહત્વની છે. આ ફિલ્મ એસિડ શીખનારાઓ માટે એક તમાચા બરાબર સાબિત થશે, જેમણે મારુ જીવન ખતમ કરી નાખવાના પ્રયાસો કર્યા સમાજ માટે પણ આ ફિલ્મ એક અરીસા સમાન છે. જે મને અપરાધીની નજરથી જુએ છે.

મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પર ફિલ્મ બનશે

લક્ષ્મીએ કહ્યું હતું કે, મે ક્યારે વિચાર્યું પણ ન હતું કે મારા જીવન પર કોઈ ફિલ્મ બનશે અને દીપિકા પાદુકોણ જેવી સ્ટાર કામ કરશે તેવું મેં વિચાર્યું પણ ન હતું. જ્યારે દીપિકા પાદુકોણે પહેલીવાર આ પોસ્ટર મીડિયા પર પોસ્ટ કર્યું અને મેં જોયું તો મારાથી મોઢામાંથી વાહ નીકળી ગયુ. ઉલ્લેખનીય છે કે લક્ષ્મી જ્યારે માત્ર 15 વર્ષની હતી ત્યારે તેની પર કોઈ વ્યક્તિએ એસિડ ફેંકી દીધું હતું જેના કારણે લક્ષ્મીનો ચહેરો ખૂબ ખરાબ રીતે દાઝી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *