…તો આ કારણે સલમાન ખાન લગ્ન નથી કરી રહ્યો…

Published on: 4:09 pm, Sat, 20 April 19

સલમાન ખાન આજે પણ પોતાની સ્માર્ટનેસ અને દમદાર એક્ટિંગ ના કારણે લોકોના દિલમાં રાજ કરે છે. આમ તો અફેર ને સલમાન ખાન ખૂબ જ ચર્ચામાં રહે છે. બોલીવુડ જગતમાં સલમાન ખાનનું નામ ઘણી બધી એક્ટ્રેસ સાથે જોડવામાં આવ્યું છે,પરંતુ તેણે કોઈ પણ સાથે લગ્ન કર્યા નથી. સલમાન ઘણા બધા સિરિયસ રિલેશનમા પણ આવ્યો પરંતુ શું તમે જાણો છો કે તેણે અત્યાર સુધી લગ્ન શા માટે નથી કર્યા? આવો તમને જણાવીએ.

ખબર અનુસાર વાસ્તવમાં સલમાન ખાન પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે અને પરિવાર માટે કંઈ પણ કરી શકે છે. આ પ્રેમ આગડ બીજો કોઈ પ્રેમ ટકી શકતો નથી. ઘણી વખત લગ્ન કરવાના ખૂબ જ નજીક આવીને પણ તેમણે અન્ય વ્યક્તિને પોતાના પરિવારથી વધુ મહત્વ આપ્યું નથી.

સલમાન ખાનનું માનવું છે કે પાર્ટનરને કમિટ કરીને પોતાનું સો ટકા ન દેવું એ તેની સાથે અન્યાય છે. આ જ કારણ છે કે તો હજી સુધી સિંગલ છે. દર વખત તેમનો આદર તેમને લગ્ન કરવાથી રોકી રહ્યો છે.