કેનેડિયન દેશભક્ત અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ નરેન્દ્ર મોદીની મજાક ઉડાડી

Published on: 7:02 am, Wed, 22 May 19

ટ્વિંકલ ખન્ના સામાજીક તેમજ રાજનૈતિક બાબતો પર સોશિયલ મીડિયા પર નીડર થઈને પોતાનો અભિપ્રાય રાખવા માટે જાણીતી છે. આજકાલ ટ્વિંકલ ખન્ના એક ફોટો પોસ્ટ કરવાના કારણે ચર્ચામાં છે. ટ્વિંકલ ખન્નાનો ફોટો લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સરખાવી કોમેન્ટ કરી રહ્યા છે.

ટ્વિંકલ ખન્ના પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તેઓ ધ્યાનની મુદ્રામાં દેખાઈ રહ્યા છે. ફોટા સાથે અભિનેત્રી એ કેપ્શન માં લખ્યું છે કે – પાછલા કેટલાક દિવસોથી ઘણા બધા સારા આધ્યાત્મિક ફોટા જોઈને હું પણ હવે ધ્યાનની મુદ્રામાં ફોટોગ્રાફી પોઝ અને એંગલ પર વર્કશોપની સિરીઝ શરૂ કરવાની છું. મારું માનવું છે કે વેડિંગ ફોટોગ્રાફી કરતા પણ આ વધુ પોપ્યુલર થશે. તમે પણ સાઇન અપ કર જો.

ટ્વિંકલને આ પોસ્ટ ને કારણે સોશિયલ મીડિયાના યુઝરો તેમને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે જો પહેલા ધ્યાન લગાવ્યું હોત તો એક બે ફિલ્મો હિટ પણ જાત. એક યુઝર હે કેનેડિયન દેશભક્ત અક્ષય કુમાર અને એક કરતા લખ્યું કે – અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ પરંતુ તમારી પત્ની અમને હેરાન કરે છે.

ટ્વિંકલ ખન્ના ના ફોટા અને તેના કેપ્ટન ને જોતા એવું લાગે છે કે આ ફોટા નું સીધું કનેક્શન પ્રધાનમંત્રી મોદી ના ફોટા સાથે છે જેમાં તેઓ કેદારનાથની ગુફામાં ધ્યાન લગાવી રહ્યા છે તેવા ફોટા પડવી રહ્યા છે. ઘણા બધા ટ્વિટર યુઝર્સે લખ્યુ કે ટ્વિંકલ ખન્ના પ્રધાનમંત્રી મોદી નો મજાક ન ઉડાવવો જોઈએ.