સુધરવાનું નામ નથી લઇ રહ્યો છત્રપાલ વાળા- પહેલા અમરેલીનો અને હવે ખુદને ગુજરાતનો બાપ કહી રહ્યો છે

ગુજરાત(Gujarat): છત્રપાલ વાળા(Chhatrapal vala)નો પહેલા એક ઓડિયો સામે આવ્યો હતો હવે ફરી એક વખત વિડીયો સામે આવ્યો છે. ત્યારે હવે આ છત્રપાલ વાળાનો એક વિડીયો(Viral…

ગુજરાત(Gujarat): છત્રપાલ વાળા(Chhatrapal vala)નો પહેલા એક ઓડિયો સામે આવ્યો હતો હવે ફરી એક વખત વિડીયો સામે આવ્યો છે. ત્યારે હવે આ છત્રપાલ વાળાનો એક વિડીયો(Viral video) સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક સામાન્ય વ્યક્તિને ધમકી આપતો નજરે પડી રહ્યો છે.

અમરેલીના કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવતા અગાઉ એસ પી વિરુદ્ધ પડકાર કરનાર, ખંડણી, મારામારી, અપહરણ, ફાયરિંગ, જમીન મકાન પર કબ્જા જેવા અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે નામ નોંધાયેલ છત્રપાલ વાળાનો વધુ એક અપહરણનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં કોઈ જમીન બાબતે માથાકુટ થઇ રહી છે જેમાં એક વ્યક્તિનું અપહરણ કરી જાનથી મારવાની અને ફાયરિંગ કરવાની તેમજ તેના ભાઈને પણ જોઈ લેવાની ધાક-ધમકી આપતો નજરે ચડી રહ્યો છે. વિડીયોમાં છત્રપાલ વાળા પોતે ખુદને ગુજરાતનો બાપ હોવાનું કહી રહ્યો છે. જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. છત્રપાલ વાળા ખુદને ગુજરાતનો બાપ સમજીને સામે વાળા વ્યક્તિને જાનથી મારી નાખવાની ધાક-ધમકી આપી રહ્યો છે.

આ પ્રકારે કોઈને ધાક-ધમકી આપીને સાબિત શું કરવા માંગે છે? તે પ્રકારનો પ્રશ્ન લોકોમાં મનમાં ઉદભવી રહ્યો છે. શું આ વ્યક્તિને કોઈ પોલીસનો ડર જ નથી? આ વિડીયોને જોતા તો અનેક પ્રશ્નો પેદા થઇ રહ્યા છે. ત્યારે આ પ્રકારની મારી નાખવાની ધમકીને કારણે આ વિડીયોએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે.

પહેલા પણ રહી ચુક્યો છે વિવાદમાં:
અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી અને ખંડણી માંગતા કહ્યુ હતું કે, શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપી દેજે મને, નહિતર પેટ્રોલપંપના માલિક પર ફાયરીંગ કરવામાં આવશે આ પ્રકારની ધાક-ધમકીઓ આપી હતી.

આ અગાઉ વાયરલ થયેલી ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં છત્રપાલ વાળા પેટ્રોલપંપના માલિક હિતેષભાઈ સાથે વાતચીત કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે, જેમાં અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કરતો દેખાઈ રહ્યો છે. સાથે જ છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની ખંડણી માગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *