તમે લોકોએ ઘણી વાર બે લગ્ન કરતા સાંભળ્યા હશે, પરંતુ તમે એક પુરુષને એક જ મંડપમાં બે મહિલાઓ સાથે લગ્ન કરતો સાંભળ્યું ન હોય. ખરેખર, આવો જ ચોંકાવનારો કિસ્સો છત્તીસગઢમાં સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ એક જ મંડપમાં બે છોકરીઓ સાથે લગ્ન કર્યા. તે પણ આખા ગામની સામે. લગ્ન જે સમાજ માટે અસામાન્ય છે તે નવા લગ્ન કરનારાઓની સંમતિથી હતું.
સુંદરી ગર્ભવતી થતાં પરિવારજનોએ દબાણ બનાવ્યું, તો ચંદુએ બંને છોકરીઓને અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી. ઘણા વાદ-વિવાદો બાદ ત્રણેય પરિવાર આ લગ્ન માટે રાજી થઈ ગયા અને ટિકરાલોહંગામાં જ લગ્નનું આયોજન કર્યું.
લોકોનું કહેવું છે કે, ચંદુએ એક જ મંડપમાં બંને છોકરીઓ સાથે ફેરા લીધા. ત્યારબાદ ગામમાં રિસેપ્શન પણ કરવામાં આવ્યું, જેમાં સ્ટેજ પર બે દુલ્હન અને એક વરરાજાની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી. આ દરમિયાન લોકોએ એ ત્રણેયને લગ્ન માટે શુભેચ્છા પાઠવી. અજબ પ્રેમની આ ગજબ કહાની લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે.
ચંદુએ જણાવ્યું હતું કે, હસીના અને સુંદરી બંનેને એકબીજા સાથે ઓળખ થઈ ગઈ અને તેમને મારી સાથે રિલેશનશિપ રાખવામાં કોઈ આપત્તિ ન થઈ. અમે લોકો ફોન પર જ વાત કરતાં હતા કે એ દરમિયાન એક દિવસે હસીના મારા ઘરે આવી અને રહેવાનું શરૂ કરી દીધું. જ્યારે સુંદરીને ખબર પડી કે હસીના ચંદુ સાથે ઘરે રહેવા લાગી છે તો તેણે પણ કંઈક એવું જ કર્યું. ત્યારથી જ ત્રણેય એક પરિવારની જેમ રહેવા લાગ્યા.
હસીનાની ઉંમર 19 વર્ષ છે, જ્યારે સુંદરી 21 વર્ષની છે. બંને નવવધૂઓએ 12 મા ધોરણની પરીક્ષા આપી છે. તેમના લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બસ્તર જિલ્લામાં આ પહેલું ઉદાહરણ છે જ્યાં તમામ ગામ લોકોની સામે આવા લગ્ન થયા અને તે પણ એક ભવ્ય સમારોહ સાથે. તમને જણાવી દઈએ કે, આવા લગ્ન હિંદુ મેરેજ એક્ટમાં ગુનો છે. જો કે, તેની સામે હજી સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle