સોશિયલ મીડિયામાં અજાણ્યા સાથે મિત્રતા કરતી યુવતીઓ માટે સુરતની લાલબત્તી સમાન ઘટના- જાણો એવું તો શું થયું?

સુરત(Surat): આજના ટેકનોલોજી (Technology)ના યુગમાં દરેક લોકો સોશિયલ મીડિયા (Social media)નો વપરાશ કરતા થઈ ગયા છે. તેમાં ખાસ કરીને આજનું યુવાધન. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, છતીસગઢ (Chhattisgarh)ની યુવતીને લગનની લાલચ આપી સુરતના યુવકે બોલાવી તેની સાથે દુષ્કર્મ(Mischief) આચર્યું હતું. આ અંગે યુવતીએ સુરતના મહિધરપુરા પોલીસ મથક (Mahidharpura Police Station)માં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી છે.

ફેસબુકની મિત્રતા બાદ યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતી યુવતીઓ માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, સુરતના ફૂલવાડી ભરીમાતા રોડ નરમાવાલા કોટેજીસ એ/37 રો 3 ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા અને ટાઇલ્સનું કામ કરતા 19 વર્ષીય મો.ઈમરાન રાઝા અજમુલ્લાહ રાઈનની ફેસબુકના માધ્યમથી છત્તીસગઢની 19 વર્ષીય યુવતી સાથે મિત્રતા થઈ હતી. જોકે, આ યુવતીને આઠ મહિનાની યુવક સાથેની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ હતી.

આ પછી ઈમરાને યુવતીને લગ્નનો વાયદો કરી સુરત બોલવતા તે પરિવારને જાણ કર્યા વિના ગત 1 એપ્રિલના રોજ સુરત આવી હતી અને સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રોકાઈ હતી. ઈમરાન યુવતીને મળવા હોટલમાં ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતી બાદમાં વતન પાછી ચાલી ગઈ હતી. આ પછી પણ યુવાને યુવતીને લગ્નની લાલચ આપી ફરી વખત ૧૫મી મેના રોજ સુરત બોલાવી હતી અને તે સંસ્થાની હોટલમાં રોકાયા હતા. આ સમયે પણ આ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

શારીરિક સંબંધો બાંધ્યા બાદ આ યુવકે યુવતીને કહ્યું હતું કે, આપણી વચ્ચે કોઇ સંબંધ નથી. ફોનમાંથી ફોટા અને ચેટ ડિલીટ કરી દે. તે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી તરછોડી દેતા યુવતીએ યુવક વિરુદ્ધ સુરતના મહિધરપુરા પોલીસ મથકના બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. તેમજ ફરિયાદના આધારે આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *