ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના કારેલીબાગ(Karelibag)ના અજીત નગરમાં ભાજપ(BJP)ના મહિલા કાઉન્સિલર છાયા ખરાદી એક વૃદ્ધને અંધારામાં રાખવાનું બિલ બનાવવાના મુદ્દે વિવાદમાં ફસાયેલી મહિલા કાઉન્સિલર વધુ એક વિવાદમાં આવ્યાં છે. કારેલીબાગના અમિત નગર પાસે પાણીપુરીની લારી ચલાવતા યુવકે લારી ઉભી રાખવા માટે છાયા ખરડી પાસેથી 1000 રૂપિયાની માંગણી કરી હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થયો છે.
લારી મુકવા અંગે ધમકાવ્યાનો લાગ્યો આરોપ:
વીડિયોમાં અમિત નગર પાસે ખાણીપીણીની લારી ચલાવી રહેલા લલિત પરમારે આરોપ લગાવ્યો છે કે, બે મહિના પહેલા મહિલા કાઉન્સિલર છાયાબેન ખરાદી લારી પાસે આવ્યા હતા અને અઅહીંયાં કોને પૂછીને લારી ઉભી રાખી છે તેવું કહીને તેને ધમકાવ્યા હતા. પછી તેણે તેનું કાર્ડ આપ્યું અને તેને ઘરે મળી જવા માટે કહ્યું હતું.
કાર્ડ લઈને કોર્પોરેટરના ઘરે પહોચેલા લારીધારક લલીતભાઈનો ફોન બહાર મુકાવ્યો હતો અને કહ્યું હતું કે લારી ઉભી રાખવી હશે તો 1 હજાર રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું. વધુમાં ભાજપના કોર્પોરેટર આરોપ લગાવતા કહ્યું હતું કે, આ પહેલા તેઓ 70 નંગ સમોસા લઇ ગયા હતા પરંતુ તેના રૂપિયા હજુ આપવામાં આવ્યા નથી.
મારા પર કરવામાં આવેલ આક્ષેપ તદ્દન જુઠા: છાયા ખરાદી
આ અંગે છાયાબેન ખરાદીએ જણાવતા કહ્યું હતું કે, સ્થાનિક સોસાયટીના લોકોએ લારી દુર કરવા અંગે રજૂઆત કરી હતી એટલે હું તેમને માત્ર મળવા માટે ગઈ હતી. પણ મેં લારીધારક પાસે કોઈ નાણાંની માંગણી કરી નથી. અગાઉ મેં સમોસા લીધા હતા તેના પણ નાણાં ચૂકવી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.