દિલ્હીમાં AAPની સરકાર મફત વીજળી આપી શકે તો ગુજરાતમાં ભાજપ કેમ નહિ?- ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ નિવેદન વિશે તમે શું કહેશો?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru) એ બીજેપી(BJP)ના સાંસદ મનસુખ વસાવા(Mansukh Vasava)ના નિવેદન પર વિડિઓ દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકો…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru) એ બીજેપી(BJP)ના સાંસદ મનસુખ વસાવા(Mansukh Vasava)ના નિવેદન પર વિડિઓ દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકો દ્વારા ચૂંટાયેલા ભાજપના સાંસદ જે એક જવાબદાર પદવી પર છે તેમનું કહેવું છે કે લોકોને વીજળી મફત ના આપી શકાય. એમને અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે ધારાસભ્યો થી માંડીને દરેક મંત્રીઓ સુધી બધાને સરકાર દ્વારા જે મફત વીજળી આપવામાં આવે છે તે કેમનું પોસાય છે? તે કેમનું યોગ્ય છે?

વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે, મફત વીજળી જે આમ આદમી નો ફક્ત અધિકાર જ નહિ પણ જરૂરિયાત થઇ ગઈ છે તે વીજળી સૌથી મોંઘા ભાવે લોકોને આપો છો. વીજળી ઉત્પાદન માં ભ્રષ્ટાચાર કરવા માટે સરકારી ઉત્પાદન કેન્દ્રો બંધ કરીને ખાનગી ઉત્પાદન કેન્દ્રો ને પ્રોત્સાહન આપી તેમની પાસે થી વીજળી ખરીદીને, સામાન્ય માણસ ને મોંઘા ભાવે વીજળી આપો છો. હું મનસુખ વસાવા ને કહેવા માંગુ છું કે જો આ બધા ભ્રષ્ટાચાર બંધ થાય તો લોકોને મફત વીજળી પણ આપી શકાય. જે અમે દિલ્હી ની સરકાર માં જનહિત માટે કરી બતાવ્યું છે.

વધુમાં ઉમેરતા કહ્યું છે કે, દિલ્હી માં લોકો ને મફત વીજળી આપ્યા બાદ પણ સરકાર ચાલી છે અને દિલ્હીમાં ફક્ત સરકાર ચાલી જ નથી, તે ઉપરાંત દિલ્હી સરકાર એ દિલ્હી પર ના બધા દેવા પણ પુરા કરી બતાવ્યા છે. દેવા પુરા કાર્ય બાદ પણ દિલ્હી સરકાર આર્થિક સ્થિતિ એ સ્થિર અને આગળ જ ચાલી રહી છે. જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા મફત વીજળી આપી સરકાર ચાલી શકે તો ગુજરાત માં કેમ નહિ?

મારી ભાજપ સરકાર થી વિનંતી છે કે, ગુજરાત ના લોકો ને મફત વીજળી આપશું તો સરકાર કેમની ચાલશે, આવી ખોટી અને નબળી માનસિકતા વાળી વાત મનસુખ વસાવા અને ભાજપના નેતાઓ એ ન કરવી જોઈએ. ગુજરાતની જનતાને ગેરમાર્ગે ન દોરવા જોઈએ. જે કામ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી માં શક્ય છે તે ગુજરાત માં પણ થઇ શકે છે. મફત વીજળી થી લઈને સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્ય અને સુશાસન ગુજરાતના લોકો ને પણ મળી શકે છે તે વાત હવે ગુજરાત ની જનતા પણ સમજી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *