સમગ્ર ભારતમાં કોરોનાને આંતક મચાવ્યો છે. જેને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને રાજ્યની તમામ ખાનગી અને સરકારી હોસ્પીટલમાં બેડ અને ઓક્સિજનની ભારે અછત સર્જાણી છે.
ત્યારે વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હાલ જ રાજ્ય સરકાર દ્વારા 12 મી મે સુધી 36 જેટલા શહેરોમાં અઘોષિત લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ તમામ 36 શહેરોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુની દુકાનો ખુલી રહેશે. ત્યારે વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે ડોક્ટર પણ 14 દિવસનું લોકડાઉન લાદવાની માંગણી કરી રહ્યા છે.
ત્યારે હાલમાં જ અમદાવાદના સીનીયર ડોક્ટર વસંત પટેલે ફરી એક વાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી સામે લોકડાઉન લગાવવાની માંગ કરી છે અને માંગણી કરતા કહ્યું છે કે અત્યારે પરિસ્થતિ ખુબ ગંભીર છે જેને કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉન અત્યંત જરૂરી છે. ત્યારે આવા કપરા સમયમાં રાજ્યમાં મુખ્યમંત્રીએ પોતાની સંવેદના ગુમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોકડાઉન શબ્દથી કઈ પ્રોબેલ્મ હોય તો લોકડાઉન શબ્દની જગ્યાએ તેનું નામ કમલમ કરફ્યું કરી દે..
ડોક્ટર વસંત પટેલે જણાવતા કહ્યું છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ વધી રહેલા સંક્રમણને અટકાવવા ગુજરાત રાજ્યમાં લોકડાઉન ખુબ જ જરૂરી છે. ગુજરાતમાં કોરોનાનો આંતક ખુબ વધી રહ્યો છે જેને કારણે હાલમાં તમામ મહાનગરોની સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી રહી છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેન ને કારણે હાલમાં કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
ડોક્ટર વસંત પટેલે લોકડાઉનની માંગણીને લઈને સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, ગુજરાત સરકાર કોરોનાના કેસના આકડાઓ છુપાવવાનું બંધ કરે. તમામ આકડાઓ સરકાર જાહેર કરે. મોતનો આંકડા અને સંક્રમણના આંકડાઓ સરકાર બહાર પડે તે ખુબ જરૂરી છે. સરકાર દ્વારા 2020 થી 2021 સુધીના તમામ મોતના આંકડાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે.
નોંધનીય બાબત એ છે કે, ગુજરાત રાજ્યના ડોક્ટરો પણ પહેલા રાજ્ય સરકાને લોકડાઉન અંગે કહી ચુક્યા છે. રાજ્યમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લોકડાઉનની માંગ થઈ હોવા છતાં પણ સરકાર લોકડાઉનને લઈને કોઈ નિર્ણય લેતી નથી. હમણાં જયારે લોકડાઉન લાગશે તેવી અટકળોની વચ્ચે કેટલાય લોકો રાજ્ય છોડીને જવા લાગ્યા હતા પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં લોડડાઉન લાદવામાં આવશે નહી. ત્યારે ડોક્ટર વસંત પટેલે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોકડાઉન શબ્દથી કઈ પ્રોબેલ્મ હોય તો લોકડાઉન શબ્દની જગ્યાએ તેનું નામ કમલમ કરફ્યું કરી દે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.